ભૂખી ગામના ગ્રામજનોનું ડહોળા પ્રદૂષિત પાણી મામલે આવેદન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજીના ભુખી ગામના ગ્રામજનોએ ભાદરડેમ-2ના ડહોળા પ્રદૂષિત પાણી મામલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. ધોરાજીના ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગનું કલર કેમીકલવાળુ પ્રદૂષિત પાણી મામલે નક્કર કાર્યવાહી કરવા માટે ધોરાજીના ભૂખી ગામનાં ગામજનોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. ના. કલેક્ટર કચેરી ખાત કરાયેલી રજૂઆતમાં ભુખી ગામનાં ગામજનોએ જણાવ્યુ હતું કે ભાદરડેમ-2માં ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળુ પ્રદૂષિત પાણી ભળી જતાં તંત્ર વાહકો દ્વારા નક્કર કાયવાહી નહી કરાતાં લોકોમા રોષ વ્યાપી રહ્યો છે. ભાદર નદીમાં પ્રદૂષણ મામલે કાર્યવાહી કરાઇ તેવી માગ કરાઈ છે.

ભાદર ડેમ-2ના પ્રદૂષિત પાણી મામલે રજૂઆત
ભાદર નદીમાં ઠલવાતા ડાઇંગ સંચાલકો દ્વારા કેમિકલ યુક્ત પાણી મુદ્દે ચાલતા ધારાસભ્ય લલિત વસોયાના ભાદર બચાવો અભિયાનમાં ધોરાજીના નિવૃત આર્મીમેન ગંભીરસિંહ વાળા પણ જોડાયા છે. ધોરાજીના નિવૃત આર્મીમેન ગંભીરસિંહ વાળાએ ભાદર 2માં ઠલવાતા જેતપુર ડાઇંગ સંચાલકો દ્વારા કેમિકલયુક્ત પાણી બંધ કરવા ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી લખેલ પત્રમાં નિવૃત આર્મીના જવાનએ પોતાના રક્તનો છંટકાવ કરીને લોકમાતા ભાદર નદી પ્રદુષિત થતી બચાવવા માટે રજુઆત કરાઇ છે. તંત્ર વાહકો દ્વારા નક્કર કાયવાહી નહી કરાઇ તો આત્મવિલોપનની ચિમકી અપી છે. આ અંગે નિવૃત આર્મીમેને ગંભીરસિંહ વાળાએ જણાવ્યુ હતું કે ભાદરડેમ-2માં ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળુ પ્રદુષિત પાણી મામલે નક્કર કાર્યવાહીની માગણી સાથે લોહીના છટકાવ કરીને પત્ર મુખ્યમંત્રીને લખીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...