તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરેલી SBIમાં ગ્રાહક ભરણામાં 500ના દરની 92 નકલી નોટ ધાબડી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી એસબીઆઇ બ્રાંચમાં કોઇ અજાણ્યા ગ્રાહકો રૂા. 500 ના દરની 92 ડુપ્લીકેટ નોટ જમા કરાવી જતા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયામાંથી આ નોટ બનાવટી હોવાની ખરાઇ થયા બાદ બેંક મેનેજરે આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મુળ ધોરાજીના અને હાલમાં અમરેલીના ચિતલ રોડ પર રહેતા બેંકના બ્રાંચ મેનેજર પરેશ લલીતચંદ્ર પારેખે આ બારામાં અજાણી વ્યક્તિ સામે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં તેમણે જણાવ્યુ છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં અમરેલી મેઇન બ્રાંચમાં તા. 6/12/16 પહેલાના સમયમાં કોઇ અજાણ્યો ગ્રાહક રૂા. 46 હજારની 500 ના દરની 92 બનાવટી નોટ જમા કરાવી ચાલ્યો ગયો હતો. ઁ

આ નાણા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની અમદાવાદ શાખામાં મોકલવામાં આવતા તમામ નોટો બનાવટી હોવાનું સ્પષ્ટ થયુ હતું. જેને પગલે બેંક દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. અમરેલી એસઓજીના પીએસઆઇ આર.કે. કરમટાને આ બારામાં તપાસ સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...