તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાતોદડ ગામે જુગાર રમતા 12ની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામકંડોરણા ના સાતોદડ ગામે પોલીસે 12 શખ્સો ને જૂગાર રમતાં 22 હજાર ના મૂદામાલ સાથે ઝડપી ને ગૂનો નોધી વધૂ તપાસ હાથ ધરાઈ છે. રાજકોટ જીલ્લા પોલીસવડા બલરામ મીનાની દારૂ જૂગારની અસામાજીક પવૃતીઓ ડામી દેવાની સૂચના અન્વયે જેતપુર ડીવાયએસપી ભરવાડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગોજીયા સહિતના પોલીસ સ્ટાફે સાતોદડ ગામે જુગાર રમતાં 12 શખસો કેશૂ કાળા, ગૂલાબસિંહ જાડેજા, અશરફ ચૂડાસમા, મનહરસિહ ડોસુભા, ગિરીરાજસિંહ જાડેજા, દશરથસિંહ હરભમસિંહ, રસીદ ખલીફા, વિક્રમસિંહ નવુભા, જયવિરસિંહ ધીરૂભા, જયપાલસિંહ જીવુભા, જયસુખ ઉર્ફે કાળૂ પટેલ, મનુ હરસુખ ભાઈને રૂ 22 હજારના મુદ્દામાલ સાથે ઝડપીને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...