તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસે વાહનના કાગળો માગતા યુવાનની ધમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં જી.જી. હોસ્પીટલ પાસે ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સટેબલએ વાહનના કાગળો માગતા ઉશ્કેરાઇ જઇ ઉદ્રતાઇપુર્વક વર્તન કરી મોબાઇલમાં રેર્કોડીંગ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ ખાનગી કંપનીમાં નોકરી કરતા શખ્સ સામે નોંધાવાઇ છે. પખવાડીયાથી ટ્રાફિક તેમજ સ્થાનિક પોલીસ ધ્વારા ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન વાહનોના ચેકીંગની કામગીરી ચાલી રહી છે. જી.જી. હોસ્પીટલ નજીક ટ્રાફિક શાખાના હેડ કોન્સ.નુરમહમદ હસનભાઇ ધોરાજીવાલાએ એક બાઇકને આંતરીને કાગળો માંગતા ચાલક કાર્તિક રમેશકુમાર ગોયલ નામના શખ્સે એકદમ ઉશ્કેરાઇ ઉદ્રતાઇપુર્વક વર્તન કરી મોબાઇલ ફોનમાં રેર્કોડીંગ કરી વિડીયો મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપી મારી કાગળો માંગશો તો હુ તમને જોઇ લઇશ,હુ ભરૂચનો વતની છુ, મારી પાસે પહોચ બહુ મોટી છે તેવી ધમકી ઉચ્ચારી સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...