ધોરાજીમાં સ્વછતા એ જ સેવા ઝુંબેશનું આયોજન કરાયું

ધોરાજી પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન સફાઇ અભિયાન

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:20 AM
Dhoraji - ધોરાજીમાં સ્વછતા એ જ સેવા ઝુંબેશનું આયોજન કરાયું
ધોરાજી નગરપાલિકા દ્વારા સ્વછત ભારત મિશન અંતર્ગત સ્વછતા એ જ સેવા ઝૂંબેશનું આયોજન કરાયુ છે. જેની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે.

ધોરાજી નગરપાલિકાના દ્વારા વડાપ્રધાનના સ્વછત ભારત અભિયાનને સાકાર કરવા માટે સ્વછત ભારત મિશન અંતર્ગત સ્વછતા એજ સેવા ડ્રાઈવનુ 15 સપ્ટેમ્બરથી તા 2ઓક્ટોબર સુધી આયોજન કરાયુ છે. આ સફાઈ ઝૂંબેશમાં ધોરાજીના નગરજનો જોડાઈને મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સ્વછત ભારત અભિયાનને સાર્થક કરવા માટે કાર્યક્રમનું આયોજન થયુ છે.

ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર બી યુ જાડેજાએ જણાવ્યું હતું કે ધોરાજીમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ પ્રવૃત્તીઓ હાથ ધરાશે જેમા સફાઈ કામગીરી,સ્વછતા રેલી,ધન કચરાના પોઈન્ટ ધટાડવા, સ્વચ્છતા સ્પર્ધા, વર્કશોપનું આયોજન, સફાઈ રેટીંગ , ધાર્મીક સ્થળોની સફાઈ, જાહેર શૌચાલયોની સફાઈ હાથ ધરાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજી નગરપાલિકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

X
Dhoraji - ધોરાજીમાં સ્વછતા એ જ સેવા ઝુંબેશનું આયોજન કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App