ધોરાજીમાં સ્કૂલબસ અને રિક્ષા વચ્ચે અકસ્માત
ધોરાજી | ધોરાજીમાં સ્કૂલ બસ અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થતા ત્રણને ઈજા થતા સારવારમા હોસ્પિટલ ખસેડાયેલા છે. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ ધોરાજીના ખરાવાડ વિસ્તારમા સ્કૂલ બસ તથા રીક્ષા વચ્ચે અકસ્માત થતા રીક્ષામા બેસેલા ત્રણ શખ્સોને ઇજાઓ થતા હોસ્પિટલમા ખસેડાયેલ છે. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.