• Gujarati News
  • ધારીના જસાધાર રેંજમાં બે સિંહણ અને બરચાને સારવાર અપાઇ

ધારીના જસાધાર રેંજમાં બે સિંહણ અને બરચાને સારવાર અપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીના જસાધાર રેંજમાં બે સિંહણ અને બરચાને સારવાર અપાઇ

ધારી ગીરપુર્વની જસાધાર રેંજમા ઘોડાવડી રાઉન્ડમાં બે સિંહણ અને એક બરચુ બિમાર હાલતમાં હોવાની વનવિભાગને જાણ થતા રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. બે સિંહણ અને બરચાને સ્થળ પર જ સારવાર આપી બાદમાં મુકત કરી દેવામા આવ્યા હતા. જસાધાર રેંજના ઘોડાવડી રાઉન્ડમાં બે સિંહણ અને એક બરચુ ફેરણા દરમિયાન બિમાર હાલતમા જોવા મળ્યાં હતા. ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી રેસ્કયુ ટીમના ડો. હિતેષ વામજા, હિતેષ દેવમુરારી, અમીત ઠાકર, જયવંત બાયલ, નુરમહંમદ બ્લોચ સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા. અહી રીંગ પાંજરૂ ગોઠવી બે સિંહણ અને એક બરચાને સારવાર આપવામા આવી હતી.