• Gujarati News
  • ચોક્કસ તત્વો હિન્દુ સમાજના દરેક તહેવારમાં ડખ્ખા કરતા હોવાની રજૂઆત

ચોક્કસ તત્વો હિન્દુ સમાજના દરેક તહેવારમાં ડખ્ખા કરતા હોવાની રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરામાં જન્માષ્ટમીના લોકમેળા દરમિયાન કેટલાક તત્વો દ્વારા સરેઆમ લુખ્ખાગીરી આચરવામા આવતા આજે બગસરા શહેરની વિવિધ સંસ્થાઓ તથા વિવિધ જ્ઞાતિ સંગઠનોના આગેવાનો દ્વારા તેના ઉગ્ર વિરોધ સ્વરૂપે રેલીનું આયોજન કરવામા આવ્યું હતુ. બાદમાં આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને શહેરમાં છાશવારે ધમાલ કરતા તત્વો સામે આકરામા આકરા કાયદાકીય પગલા લેવા માંગ કરાઇ હતી. બગસરામાં લોકમેળામા થયેલી ધમાલે ભારે ભયનો માહોલ પ્રસરાવ્યો હતો. જેને પગલે અહી એકઠી થયેલી જનમેદનીમાં નાસભાગ મચી ગઇ હતી. અહી મારામારી બાદ માત્ર એક પ ો ફરિયાદ નોંધાઇ હતી જયારે સામાપ ો કોઇ ફરિયાદ થઇ ન હતી પરંતુ આ મુદ્દે આજે શહેરના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે સાંજે પાંચ કલાકે બગસરાના શિવાજી ચોક ખાતે આ મુદ્દે વિવિધ સંગઠનો અને વિવિધ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામા રોષભેર એકઠા થયા હતા.
બગસરામાં ગુંડાગીરી સામે લોકો ઉતર્યા રસ્તા પર