• Gujarati News
  • અમરેલી જિલ્લામાં વિવેકાનંદ રથનું આગમન

અમરેલી જિલ્લામાં વિવેકાનંદ રથનું આગમન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૫૦મી જન્મ જયંતી : રામકષ્ણ મિશન બેંલ્લુર દ્વારા પ્રસ્થાન થયેલ છે
૧૬મી તારીખ સુધી જુદા જુદા શહેરોમાં સ્વામી વિવેકાનંદનો સંદેશો પહોંચાડશે
સ્વામિવિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે શ્રી રામકષ્ણ મિશન બેંલ્લુર દ્વારા દેશભરમાં વિવેકાનંદ રથ ફરી રાો છે. આ દિવ્યરથ આગામી તા. ૬ થી ૧૬ સુધી અમરેલી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરશે.
સ્વામિવિવેકાનંદના વિચારોને આજની યુવા પેઢી સુધી પહોંચાડવા માટે બેંલ્લુરના શ્રી રામકષ્ણ મિશન દ્વારા આ વિવેકાનંદ રથનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્વામિ વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે આ રથ દેશના જુદા જુદા વિસ્તારમાં ફરી રાો છે.
અને સમગ્ર દુનિયાને પોતાનું કુટુંબ માની ભારતીય સંસ્કતિનો દુનિયાભરમાં ડંકો વગાડનાર વિવેકાનંદજીના વિચારો લોકો સુધી પહોંચાડાઇ રાા છે.
આ વિવેકાનંદ રથ આગામી તા. ૬ થી ૧૬ સુધી અમરેલી જીલ્લાના પ્રવાસે રહેશે. તા. ૬/૯ને શનિવારે ધારીની યોગીજી મહારાજ કોલેજમાં કાર્યક્રમ યોજાયો હતો. સોમવારે રાજુલા માર્કેટીંગયાર્ડ ખાતે, મંગળવારે જાફરાબાદની પારેખ મહેતા હાઇસ્કૂલ ખાતે અને દશમીને બુધવારે ચલાલાની આર.કે.એમ.એમ. હાઇસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાશે. તા. ૧૧ને ગુરૂવારે અમરેલીમાં મહિલા કોલેજ, પાઠક સ્કૂલ અને દિપક હાઇસ્કૂલ ખાતે કાર્યક્રમો યોજાશે. ૧૨મીએ લાઠી, ૧૩મીએ અમરેલી, ૧૪મીએ અમરેલી, ૧૫મીએ બાબરા અને ૧૬મીએ બગસરા ખાતે કાર્યક્રમો યોજાશે.