તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • અમરેલીની ખાનગી હોસ્પિટલોમાં ડેંગ્યુનાં સંખ્યાબંધ પોઝીટીવ કેસ

અમરેલીની ખાનગી હોસ્પિટલોમાં ડેંગ્યુનાં સંખ્યાબંધ પોઝીટીવ કેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર્ડટેસ્ટનું બહાનું આગળ ધરી અટકાયતી પગલા ટાળી રહ્યંુ છે તંત્ર

અમરેલીનીખાનગી હોસ્પિટલોમાં મોટાપ્રમાણમાં ડેન્ગ્યુના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. હાલમાં ધારી, દામનગર અને જીરા પંથકના દર્દીઓ સારવારમાં છે ત્યારે જન સ્વસ્થ્ય અભીયાનના પ્રમુખે આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને મચ્છરનાશક કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. અમરેલીનું આરોગ્યતંત્ર ક્યારેય ડેન્ગ્યુને નાથી શક્યુ નથી. કારણ કે આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુને નાથવા માટે ક્યારેય અસરકારક પગલા લેવાયા નથી. એકલ દોકલ કિસ્સામાં અસરકારક કામગીરી થઇ હશે પરંતુ મોટાભાગની કામગીરી તો જાણે ઉપર રીપોર્ટ આપવા માટે થતી હોય તેમ ચાલે છે. ધારીની મહિલા, દામનગરના યુવાન અને જીરા-સીમરણના યુવાનને હાલમાં ખાનગી દવાખાનાઓમાં ડેન્ગ્યુની સારવાર અપાઇ રહી છે.જન સ્વાસ્થ્ય અભીયાનના પ્રમુખ ડો. જી.જે. ગજેરાએ જણાવ્યુ હતું કે આરોગ્ય વિભાગના કમિશ્નર દ્વારા જો કાર્ડ ટેસ્ટમાં પણ કોઇનો ડેન્ગ્યુ પોઝીટીવ આવે તો તે વિસ્તારમાં મચ્છરનાશક કામગીરી સહિતના પગલાઓ લેવા સુચના અપાઇ છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા માત્ર એલીઝા ટેસ્ટને માન્ય ગણવામાં આવે છે અને એવા કિસ્સામાં કામગીરી કરાય છે. તેમણે કાર્ડટેસ્ટના કિસ્સામાં પણ મચ્છરનાશક કામગીરી સહિતના પગલાઓ લેવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...