તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેધર રીપોર્ટર . અમરેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રીપોર્ટર . અમરેલી

ગઇકાલથીસમગ્ર અમરેલી પંથકમાં વાતાવરણમાં બદલાવ જોઇ શકાતો હતો. આકાશ વાદળોથી છવાયુ હતું. તેની વચ્ચે ગઇરાત્રે અને આજે દિવસ દરમીયાન અમરેલી, બાબરા, સાવરકુંડલા, ટીંબી, કોટડાપીઠા વિગેરે વિસ્તારમાં વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. વિજપડીમાં તો કરા સાથે માવઠુ થયુ હતું. અમરેલી અને બાબરા યાર્ડમાં ખેત જણશોને નુકશાન થયુ હતું. કમોસમી વરસાદથી રવિ પાકને મોટુ નુકશાન થશે તેમ ખેડૂત વર્ગનું કહેવુ છે.

અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના આગમને ખેડૂતોની ચિંતા વધારી છે. ઘઉંનો પાક લગભગ પૂર્ણતાના આરે છે. ચણા, ધાણા, જીરૂ સહિતનો પાક પણ પૂર્ણતા તરફ છે તેવા સમયે ગઇરાતથી અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદનું આગમન થયુ હતું. આમ તો અમરેલી પંથકમાં ગઇકાલ બપોરથી આકાશમાં છુટાછવાયા વાદળો નઝરે પડતા હતાં અને રાત્રે એકાદ વાગ્યાના સુમારે અમરેલીમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જો કે માત્ર ઝાપટુ પડયુ હતું. ઉપરાંત વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારે અને બાદમાં સવારે આઠેક વાગ્યાના સુમારે પણ અમરેલી પંથકમાં બે ઝાપટા પડયા હતાં.

બીજી તરફ બાબરા પંથકમાં પણ ગઇ મધરાત્રે અચાનક વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને ઝાપટુ પડી જતા શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા હતાં. બાબરા તાલુકાના કોટડાપીઠા, ચરખા, ઉંટવડ, ઇશ્વરીયા, નિલવડા વિગેરે ગામોમાં પણ કમોસમી વરસાદ થયો હતો. જ્યારે સાવરકુંડલા પંથકમાં વહેલી સવારે વિજળીના કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી વિસ્તારમાં વાતાવરણમાં ટાઢોડુ છવાઇ ગયુ હતું. જો કે ત્યારબાદ દિવસ દરમીયાન આકાશ વાદળછાયુ રહ્યુ હતું. પરંતુ વધુ વરસાદ થયો હતો.

દરમીયાન સાવરકુંડલા તાલુકાના વિજપડી પંથકમાં વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે વિજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડયો હતો અને આકાશમાંથી કરા પણ પડયા હતાં. કમોસમી વરસાદથી રવિ પાકને મોટુ નુકશાન થશે. ખાસ કરીને ઘઉં, ચણા, ધાણા અને જીરૂના પાકને નુકશાનની ભીતીથી ખેડૂતો ચિંતીત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...