બાબરા- લીલીયામાં મોટા પ્રમાણમાં થશે વૃક્ષારોપણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૃક્ષોકપાઇ રહ્યાં છે, જંગલ ઘટી રહ્યાં છે, ચારે તરફ પ્રકૃતિનો વિનાશ વેરાઇ રહ્યો છે. તેની માઠી નજરો પણ વર્તાઇ રહી છે. જળ, જંગલ અને જમીનની સુરક્ષાની તાતી જરૂર છે. વૃક્ષોની સંખ્યા વધે તે માટે સરકાર તો પ્રયત્શીલ છે લોકો પણ જાગૃત થઇ રહ્યાં છે. નવા વૃક્ષો વાવવા માટે ચોમાસાનો ઉતમ સમય ચાલી રહ્યો છે. ત્યારે દિવ્યભાસ્કર દ્વારા અમરેલી જિલ્લામાં વધુને વધુ વૃક્ષો વવાય તે માટે હાથ ધરાયેલા અભિયાનને જિલ્લાભરમાંથી પ્રકૃતિપ્રેમીઓએ વધાવી વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે દિશામા કામ શરૂ કરી દીધુ છે.

અમરેલી શહેરમા તો વિવિધ સંસ્થાઓ માટે આગળ આવી છે પરંતુ વૃક્ષોના વાવેતરની જાગૃતિની જયોત હવે જિલ્લાભરમાં પ્રસરી રહી છે. માત્ર અમરેલી શહેરમા નહી પરંતુ બાબરા, લીલીયા સહિતના શહેરોમાં પણ ચાલુ સપ્તાહે મોટા પ્રમાણમાં વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ યોજાશે. માટે બાબરામાં કાઠી યુવા ગૃપ, લીલીયા પંથકમા ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટ અને એનએનએસ જેવી સંસ્થાઓ આગળ આવી છે. સંસ્થાઓના ઉપક્રમે બાબરા ઉપરાંત લીલીયા, ક્રાંકચ, હાથીગઢ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન માટેના કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયુ છે. આવનારા સમયમાં બગસરા, ધારી, ખાંભા અને રાજુલા જેવા શહેરોમા પણ જયોત આગળ ધપશે.

અન્ય સમાચારો પણ છે...