તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં સ્વાતંત્ર પર્વે રંગારંગ કાર્યક્રમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધારીમાં જિલ્લાકક્ષાની ઉજવણી : ઠેરઠેર પરેડ, પ્રદર્શન, સાંસ્કૃતિક તેમજ દેશભકિતનાં ગીત ગવાશે

અમરેલીસહિત જિલ્લાભરમાં આવતીકાલે 70મા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન અને શાનથી ઉજવણી થશે. ઠેરઠેર દેશભકિતની ભાવના સાથે શાનથી તિરંગો લહેરાશે. ધારીમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવશે. અહી વાહન વ્યવહાર રાજયમંત્રી વલ્લભભાઇ કાકડીયાના હસ્તે ધ્વજ વંદન કરવામા આવશે. ઉપરાંત લાઠી, બાબરા, રાજુલા, લીલીયા, બગસરા, વડીયા, સાવરકુંડલા સહિતના શહેરમાં પણ સ્વાતંત્ર્ય પર્વે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.

15મી ઓગષ્ટની જિલ્લાકક્ષાની ઉજવણી ધારી ખાતે થનાર છે. અહી વાહન વ્યવહાર રાજયમંત્રી વલ્લભભાઇ કાકડીયાના હસ્તે ધ્વજ વંદન કરવામા આવશે. પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ દેશભકિત કાર્યક્રમોની પણ રજુઆત કરવામા આવશે. અહી પરેડ, પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાશે. વિદ્યાર્થીઓ દ્વારા અહી દેશભકિતના રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

ઉપરાંત બગસરા, વડીયા, સાવરકુંડલા, લાઠી, રાજુલા, જાફરાબાદ, કુંકાવાવ, લીલીયા સહિતના શહેરોમાં પણ સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામા આવશે. ઠેરઠેર શાળાના બાળકો દ્વારા દેશભકિતના રંગારંગ કાર્યક્રમો રજુ કરવામા આવશે

એનએસએસની બહેનો ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવશે |કે.કે.પારેખ કોમર્સકોલેજમા રાષ્ટ્રીય સેવા યોજના અને નેશન ફર્સ્ટ ફાઉન્ડેશનના સહયોગથી દેશના 70મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય સેવા યોજનાના 70 સ્વયંસેવિકા બહેનોને પ્રિ.એચ.એમ.શાહના હસ્તે રાષ્ટ્રધ્વજ આપવામા આવ્યા હતા. આવતીકાલે તમામ બહેનો પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ અમરેલીમા તિરંગા યાત્રા યોજાઇ હતી. અહીના રાજમહેલ કમ્પાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામા આવ્યું હતુ. સુશોભિત વાહનો, બાઇક સવારો સાથે યાત્રા શહેરના મુખ્યમાર્ગ પર ફરી હતી. અને બાદમાં અહીના સરદાર સર્કલ ફોરવર્ડ હાઇસ્કુલ પાસે સમાપન થયુ હતુ. અહી સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા. તસ્વીર- પ્રકાશ ચંદારાણા

અમરેલીમા તિરંગા યાત્રા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો