• Gujarati News
  • ભારે પવનથી અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી : િજલ્લામાં વધુ અડધાથી પોણો ઇંચ વરસાદ

ભારે પવનથી અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી : િજલ્લામાં વધુ અડધાથી પોણો ઇંચ વરસાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંઆમ તો છેલ્લા ચાર દિવસથી મેઘ સવારી શરૂ થઇ છે અને ગઇકાલે અનરાધાર વરસાદ વરસ્યો હતો. પરંતુ આજે વરસાદનું પ્રમાણ ઘટ્યુ હતું પણ જાણે મીની વાવાઝોડુ ફુંકાતુ હોય તેમ તેજ ગતિથી પવન ફુંકાયો હતો. અતિભારે પવનના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતાં. કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ હોય તેમ અમરેલી શહેરનું જનજીવન ઠપ્પ થઇ ગયુ હતું. આજે અમરેલીમાં ધીમી ધારે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બાબરા, બગસરા, લાઠી, વડીયામાં પણ અડધાથી પોણો ઇંચ વરસાદ થયો હતો.

સમગ્ર અમરેલી જીલ્લો આજે વરસાદી માહોલની વચ્ચે ભારે પવનની ઝપેટમાં આવી ગયો હતો. આમ તો છેલ્લા ચાર દિવસથી જીલ્લાભરમાં મેઘ સવારી ચાલે છે. આજે પણ અમરેલી જીલ્લામાં આખો દિવસ વાતાવરણ વાદળછાયુ રહ્યુ હતું અને દિવસભર આકાશમાંથી ધીમીધારે વરસાદ વરસતો રહ્યો હતો. પરંતુ લોકોને પરેશાન કરી મુક્યા હતાં ટાઢાબોળ પવને.

અમરેલી શહેરમાં સવારથી આકાશ ટપકતુ હતું અને ભારે પવન ફુંકાયો હતો. જેને પગલે આખો દિવસ જનજીવન પ્રભાવિત રહ્યુ હતું. શહેરની બજારો દિવસભર સુમસામ રહી હતી. અનેક વેપારીઓની દુકાનો પણ બંધ જવા મળી હતી. ખાસ કરીને બપોરના સમયે તો શહેરની બજારમાં કરફ્યુ જેવું વાતાવરણ હતું. શરીરની આરપાર નિકળતો હોય તેવા ઠંડા પવને લોકોને ધ્રુજાવી મુક્યા હતાં. કલેક્ટર કન્ટ્રોલ રૂમના સુત્રોએ જણાવ્યુ હતું કે સવારથી સાંજ સુધીમાં અમરેલીમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો. આવી સ્થિતી અમરેલી જીલ્લાના અન્ય શહેરોની હતી. ઠંડા પવનની સાથે બાબરામાં 13 મીમી વરસાદ પડયો હતો. જ્યારે બગસરામાં 15 મીમી વરસાદ થયો હતો. ઉપરાંત ધારીમાં પાંચ મીમી, ખાંભામાં ચાર મીમી, લાઠીમાં 17મીમી, સાવરકુંડલામાં પાંચ મીમી અને વડીયામાં આઠ મીમી વરસાદ નોંધાયો હતો.

અનરાધાર પડી રહેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા મગફળીના પાકને ફાયદો થયો હતો. }પ્રવિણભટ્ટજી

અમરેલીમાં બે સ્થળે વૃક્ષો ધરાશાયી

અમરેલીપંથકમાં આજે ફુંકાયેલા ભારે પવનના કારણે ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતાં. અમરેલીમાં લાયબ્રેરી નજીક વર્ષો જુનુ વૃક્ષ તુટી પડયુ હતું. આવી રીતે ફોરવર્ડ સર્કલ નજીક પણ એક વૃક્ષ ધરાશાયી થયુ હતું.

55 કિમીની ઝડપે પવન ફુંકાવા આગાહી

દરમીયાનઅમરેલી જીલ્લા કલેક્ટરે જણાવ્યુ હતું કે હવામાન વિભાગ દ્વારા 45 થી 55 કીમીની ઝડપે પવન ફુંકાવાની અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જેને પગલે જવાબદાર તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા તથા કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહી તકેદારીના તમામ પગલા લેવા જરૂરી સુચનાઓ અપાઇ છે.

શહેરમાં21 કિમીની ઝડપે પવન ફૂંકાયો

અમરેલીમાંઆજે દિવસ દરમીયાન અવાર નવાર તેજ પવન ફુંકાયો હતો. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું કે અમરેલીમાં સરેરાશ પવનની ઝડપ 21.4 કીમીની રહી હતી. આજે મહત્તમ હવામાન પણ નિચુ ઉતરીને 26.6 ડીગ્રી પર પહોંચી ગયુ હતું. ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ 93 ટકા જેટલુ વધી જતા ટાઢોડુ અનુભવાતુ હતું.