• Gujarati News
  • જેલમાં સજા ભોગવતા કુંડલાના યુવાને ઝેર પીધુ

જેલમાં સજા ભોગવતા કુંડલાના યુવાને ઝેર પીધુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફરલો રજા પર છુટ્યો હોય ઠેબી ડેમના પાળા પાસે મોતની સોડ તાણી
ભાસ્કરન્યૂઝ. અમરેલી
સાવરકુંડલામાંસાધના સોસાયટીમાં રહેતો દડુ ઘોઘાભાઇ સહીડા (ઉ.વ. 38) નામનો આહિર યુવાન હાલમાં રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો અને તાજેતરમાં ફરલો રજા પર છુટ્યો હતો. ગઇકાલે તેણે કોઇ અકળ કારણે અહિં ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતું. બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસે ધોરણસરની તપાસ શરૂ કરી છે.
અન્ય એક ઘટનામાં ધારી તાલુકાના પ્રેમપરામાં રહેતો પ્રકાશ કાળુભાઇ વાલીયા (ઉ.વ. 22) નામનો આહિર યુવાન કુવા કાંઠે મોટરનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે પગ લપસી જતા કુવામાં પડી જવાથી તેનું મોત થયુ હતું. બનાવ અંગે તેના સબંધી દિલીપભાઇ દેવાયતભાઇ વાલીયા દ્વારા ધારી પોલીસને જાણ કરાતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.