• Gujarati News
  • ધારીમાં ટ્રાફિક ઝુંબેશ, વીસ બાઇક ડિટેઇન

ધારીમાં ટ્રાફિક ઝુંબેશ, વીસ બાઇક ડિટેઇન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીમાં ટ્રાફિક ઝુંબેશ, વીસ બાઇક ડિટેઇન
ધારી:ધારીમાં આજે પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસે શહેરમાં નંબર પ્લેટ અને કાગળીયા વિના દોડી રહેલા બાઇક ચાલકો સામે લાલઆંખ કરી હતી. અહીના યોગીજીચોક ખાતે પોલીસે આવા બાઇક ચાલકોને અટકાવ્યા હતા. પોલીસે અહી વીસ બાઇક ડિટેઇન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.શહેરમાં પાછલા કેટલાક સમયથી માર્ગ પર બેફામ વાહનો દોડી રહ્યાં હોય આજે પોલીસે લાલઆંખ કરી હતી. પીએસઆઇ વી.એમ.કોલાદ્રા સહિ‌ત સ્ટાફ દ્વારા ટ્રાફિક અંગેની કામગીરી કરવામા આવી હતી.