• Gujarati News
  • કોર્ટ કેસનું સમાધાન કરવાના મુદે બે કાઠી જુથ વચ્ચે લાકડી છરીથી બઘડાટી

કોર્ટ કેસનું સમાધાન કરવાના મુદે બે કાઠી જુથ વચ્ચે લાકડી-છરીથી બઘડાટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્ટ કેસનું સમાધાન કરવાના મુદે બે કાઠી જુથ વચ્ચે લાકડી-છરીથી બઘડાટી

ભાસ્કરન્યૂઝ. અમરેલી

ધારીતાલુકાના કણેર ગામે બે વર્ષ પહેલા યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીના મનદુ:ખમાં બે કાઠી જુથ વચ્ચે લાકડી અને છરી જેવા હથીયારથી મારામારી થતા ચાર વ્યક્તિને ઇજા પહોંચી હતી. અંગે ધારી પોલીસ મથકમાં સામસામી ફરીયાદ નોંધાઇ છે.

બે કાઠી જુથ વચ્ચે મારામારીની ઘટના ગઇકાલે સવારે દશેક વાગ્યાના સુમારે બની હતી. અહિંના મનુભાઇ દાદાભાઇ કાઠી (ઉ.વ. 59) નામના આધેડ પર આજથી બે વર્ષ પહેલા ગ્રામ પંચાયતની ચુંટણી વખતે થયેલી મારામારીના મનદુ:ખમાં અનક અમરાભાઇ વાળા અને ભુપત નાથાભાઇ વાળા નામના શખ્સોએ હુમલો કરી માથામાં ધોકો મારી છરી વડે ચરકો કરી તેના સહિત બે વ્યક્તિને ઇજા પહોંચાડી હતી. મનુભાઇ કોર્ટ મુદત પતાવી પરત જતા હતા ત્યારે છતડીયા ગામ પાસે તેમની ગાડી રોકાવી બન્ને શખ્સોએ હુમલો કર્યો હતો. જે અંગે તેણે ધારી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે અનકભાઇ અમરાભાઇ વાળાએ બારામાં મનુ દાદાભાઇ ધાખડા અને પ્રતાપ મનુભાઇ ધાખડા સામે ધારી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યુ છે કે છતડીયાના પાટીયા પાસે કેસનું સમાધાન કરવાના મુદે બોલાચાલી કરી લાકડી વડે માર મારી તેના સહિત બે વ્યક્તિને ઇજા પહોંચાડી હતી. ધારી પોલીસે બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.