જીવાય સતાધારની જગ્યામાં દુધ આપતો બોકડો ગુમ થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસપાસના ગામડાઓમાં તપાસ કરાઇ

ચાવંડઢસા હાઇવેની વચ્ચે આવેલ જીવાય સતાધારની જગ્યા આવેલી છે. અહી ગૌશાળા પણ આવેલી છે. અહી મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જગ્યામા એક દુધ આપતો બોકડો હતો જે રાત્રીના સુમારે ગુમ થઇ જતા મહંતે આસપાસના ગામોમા તપાસ કરાવી છે.

જીવાય સતાધારની જગ્યાના મહંત હરિભગતે જણાવ્યું હતુ કે જગ્યામા વર્ષોથી બોકડો હતો. બોકડો દુધ આપતો હોય શ્રધ્ધાળુઓ પણ બોકડાને જોવા માટે અહી આવતા હતા. બોકડો મંગળવારે મોડી રાત્રીના ગુમ થઇ ગયો છે. બોકડોને શોધવા માટે આસપાસના ગામોમા જાણ કરવામા આવી છે ઉપરાંત માલધારીઓને પણ જાણ કરવામા આવી હતી.

જીવાય સતાધારની જગ્યામા ગૌશાળામા ગાયોની સેવા ચાકરી પણ કરવામા આવી રહી છે. અહી સવાર સાંજ હરિહરનો નાદ ગુંજે છે. અહી મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અહી અષાઢી બીજના દિવસે તો માનવ મહેરામણ ઉમટી પડે છે અને દર્શનનો લ્હાવો લે છે. ભાવિકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...