ધારીનાં ખેડૂતોને સહાય ચુકવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીતાલુકા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી દ્વારા મુખ્યમંત્રીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે ચોમાસાના આરંભથી વરસાદ અપુરતો છે. ધારીમા ખોડિયાર ડેમ અને ચેકડેમો પણ ખાલી રહ્યાં છે. આવી સ્થિતીમાં મગફળીના પાકમા મુંડા નામની જીવાતનો ભારે ઉપદ્વવ તેમજ કપાસના પાકમા પણ ગુલાબી ઇયળોના ઉપદ્વવથી પાક નિષ્ફળ ગયો છે. ત્યારે સરકાર દ્વારા તાકિદે સર્વે કરાવીને વળતર સ્વરૂપે અથવા તો ખાસ પેકેજની ફાળવણી કરવામા આવે તેવી માંગ કરવામા આવી છે. ઉપરાંત મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ રજુઆત કરવાનુ આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...