તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુરઝાતી મોલાત પર અમૃત વરસ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાભરમાં બપોરબાદ વિજળીનાં કડાકા ભડાકા સાથે અડધાથી અઢી ઇંચ વરસાદ : ધરતીપુત્રો ગેલમાં

અમરેલી-36મીમી, બગસરા - 18 મીમી, ધારી -45 મીમી, જાફરાબાદ-55મીમી, લીલીયા -62 મીમી, રાજુલા-29 મીમી, કુંડલા- 56 મીમી

આજેજીલ્લાભરમાં મેઘસવારી આવી પહોંચી હતી. અમરેલી જીલ્લાના 10 તાલુકામાં અડધા ઇંચથી લઇ અઢી ઇંચ વરસાદ વરસી જતા જગતનો તાત હરખાઇ ઉઠ્યો હતો. વાડી-ખેતરો પાણી પાણી થયા હતાં અને નદી-નાળાઓ પણ વહેવા લાગ્યા હતાં. અમરેલી શહેરમાં પણ દોઢ ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ લીલીયા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને જોતજોતામાં અઢી ઇંચ વરસી ગયો હતો. જેના કારણે નાવલી નદીમાં ભારે પુર આવ્યુ હતું. સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં સવા બે ઇંચ વરસાદ થયો હતો. તો ધારીમાં બે ઇંચ વરસાદથી જનજીવને રાજીપો અનુભવ્યો હતો.

મતીરાળામાં બે, બાબાપુરમાં દોઢ ઇંચ

આજેલાઠી તાલુકાના મતીરાળા ગામે બે થી અઢી ઇંચ વરસાદ પડયો હતો. ગઇકાલે પણ અહિં આવો વરસાદ થયો હતો. તો અમરેલી તાલુકાના બાબાપુરમાં પણ બપોર બાદ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો.

ટીંબીમાંકડાકા-ભડાકા સાથે દોઢ ઇંચ

જાફરાબાદતાલુકામાં ટીંબીમાં પણ આજે બપોર બાદ વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયુ હતું. ટીંબી ઉપરાંત શેલણા, માણસા, મોટી મોલી વિગેરે ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...