તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતીપાકમાં થયેલ નુકશાન મુદે વળતર ચુકવવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીમાં ખેડુતોએ આવેદન પાઠવી રોઝ, હરણ અને ભુંડનાં ત્રાસ મુદે કરી રજુઆત

ધારીપંથકમા ચાલુ વર્ષે ખેતીપાકમા જીવાતોનો ઉપદ્વવ તેમજ અપુરતો વરસાદ અને રોઝ, હરણ, ભુંડ વિગેરેના ત્રાસના કારણે ખેતીપાક નિષ્ફળ ગયો હોય ખેડૂતો ચિંતામા પડી ગયા છે. ત્યારે અંગે ધારી તાલુકાના ખેડૂતોએ આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

સમગ્ર ધારી તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને પાઠવવામા આવેલા આવેદનપત્રમા જણાવાયું હતુ કે ધારી પંથકમા અપુરતો વરસાદ પડયો છે. ખેતીપાકમા મુંડાનો ઉપદ્વવ વધ્યો છે. દવાનો છંટકાવ કરવા છતા જીવાતનો ઉપદ્વવ યથાવત રહે છે જેના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે.

ત્યારે ખેડૂતોએ માંગ કરી છે કે તાત્કાલિક ખેતીમા સર્વે કરીને પાક રક્ષણ માટે નવી ટેકનીક લાવીને વધેલ પાક બચાવવા કાર્યવાહી કરવી જોઇએ, ખેડૂતોને સહાય ચુકવવામા આવે, વિજળીની અનિયમિતતા દુર કરવી, ખેડૂતોએ તૈયાર કરેલ માલના ભાવ મળી રહે તેવી વ્યવસ્થા કરવી, ચાલુ વર્ષનો પાક વિમો મળે તેવુ આયોજન કરવુ સહિતની માંગણીઓ કરવામા આવી હતી.

ચાલુ વર્ષનો પાકવીમો મળે તેવી માંગણી કરાઇ તસ્વીર- અરૂણ વેગડા

અન્ય સમાચારો પણ છે...