તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોલીસે કરી કાર્યવાહી : ખાણ ખનીજ વિભાગ હજુ પણ ઉંઘમાં

પોલીસે કરી કાર્યવાહી : ખાણ ખનીજ વિભાગ હજુ પણ ઉંઘમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાનાં ડુંગરમાંથી રેતી-કપચી ભરીને જતા ચાર ડમ્પર ઝડપાયા

અમરેલી િજલ્લામાં હજુ પણ ખનીજ માફિયાઓ બેખૌફ

ક્રાઇમરીપોર્ટર. અમરેલી

અમરેલીજીલ્લામાં ખુદ સતાધારી પક્ષના સાંસદ અને ધારાસભ્યોએ ભ્રષ્ટ વહવટીતંત્રની મીલીભગતથી રેત માફીયાઓ દ્વારા કરોડોની રેત ચોરી કરવામાં આવતી હોવાની રજુઆત થયા બાદ પણ હજુ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઇ પગલા લેવાયા નથી. પરંતુ ડુંગર પોલીસ દ્વારા અહીં રેતી અને કપચીની ગેરકાયદે હેરાફરી કરી રહેલા ચાર ડમ્પર ઝડપી લીધા હતાં.

ખાણ અને રેત માફીયાઓને ભ્રષ્ટ વહીવટીતંત્રનું સીધુ સમર્થન મળી રહ્યુ છે. જેને પગલે અમરેલી જીલ્લામાં ફરી બેફામ રેત અને ખનીજ ચોરી થઇ રહી છે. વાતને સમર્થન મળતુ હોય તેમ ગઇકાલે ડુંગર ગામેથી રેતી અને કપચી ભરી રોયલ્ટી ચોરી કરીને જઇ રહેલા ચાર ડમ્પર ઝડપાઇ ગયા હતાં. પોલીસ દ્વારા ડુંગરમાં ફાટક પાસે વાહન ચેકીંગ કરાતુ હતું ત્યારે ચાર ડમ્પર ઝડપાયા હતાં. વાંકિયા ગામના બિજલ કાળાભાઇ નામનો ડમ્પર નંબર જી. જે. 9 ટી.9478, દેવકા ગામનો જેરામ પાંચાભાઇ નામનો ચાલક ડમ્પર નંબર જી. જે. 9 4174, બારપટોળીનો જગદીશ દડુભાઇ નામનો શખ્સ જી. જે. 14 ટી. 4693 નંબરનું ડમ્પર લઇને જઇ રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઇ હતી. આવી રીતે રાજુલાના માધા રાણાભાઇ નામના શખ્સને પણ ડમ્પર નંબર જી. જે. 14 ડબલ્યુ 1323 સાથે ઝડપી લેવાયો હતો. શખ્સો ડમ્પરમાં રેતી અને કપચી રોયલ્ટી ચોરી કરીને લઇ જઇ રહ્યા હતાં. અમરેલી જીલ્લામાં પાછલા દિવસોમાં ખનીજ અને રેત ચોરીના મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો. પરંતુ તેની વચ્ચે પણ ખનીજ માફીયાઓ બેખૌફ બનીને પોતાનો ધંધો કરી રહ્યા છે. િજલ્લામાં રેત માફીયાઓ જાણે તંત્રન ડર હોય તેમ ખૂલ્લેઆમ રેતી ચોરી કરી રહ્યા છે અને ખાણ ખનીજ વિભાગ ઉંઘતુ હોય તેવું લાગી રહ્યું છે.