તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં ગુરૂપુર્ણિમાની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીસહિત જિલ્લાભરમાં આજે ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. સવારથી આશ્રમો અને મંદિરો ખાતે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. ઠેરઠેર ગુરૂવંદના, આરતી, ભજન, ધુન, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાવરકુંડલા, ખાંભા, ધારી, લાઠી, વડીયા, બગસરા, રાજુલા, કુંકાવાવ સહિતના વિસ્તારોમા આવેલા આશ્રમો ખાતે પણ ગુરૂપુર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામા આવી હતી.

સાવરકુંડલામા મહુવા રોડ ઉપર આવેલ ગુરૂ દતાત્રેય આશ્રમ ખાતે બ્રહ્મલીન મહંત ચમેલીગીરીબાપુ, મહંત ભગવાનગીરીબાપુના સાનિધ્યમા મહંત ગંગાગીરીજીબાપુ દ્વારા આરતી, ધુન, ભજન અને પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અહી સવારથી સેવક સમુદાય ઉમટી પડયો હતો. ઉપરાંત હિપાવડલી ગામે આવેલ સુપ્રસિધ્ધ લટુરીયા હનુમાનજી મંદિર ખાતે મહંત જસુબાપુ ગુરૂ જમનાદાસબાપુના સાનિધ્યમા ગુરૂપુર્ણિમા પર્વની ઉજવણી કરવામા આવી હતી.

જયારે બાબરા પંથકમાં ઠેરઠેર ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામા આવી હતી. અહી મહાઆરતી, ભજન, ધુન, પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું હતુ. અહીના તાપડીયા આશ્રમ ખાતે પુજય ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમા ગુરૂપુર્ણિમાના પર્વે સવારે દયારામબાપુની પુજા અર્ચના કરી ગુરૂવંદના કરવામા આવી હતી. બાદમાં પુજય ઘનશ્યામદાસબાપુના સેવકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતા. અહી આવેલ ગેબી વિસામા આશ્રમ ખાતે મહંત રાજુબાપુના સાનિધ્યમા ગુરૂપુર્ણિમા ભાવભેર ઉજવણી કરવામા આવી હતી.

ખાંભામા પણ ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરાઇ હતી. અહી સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે પુ.રાધારમણ દેવ સ્વામીએ ગુરૂજીનુ પુજન કરી શિષ્યોએ આશિર્વાદ મેળવ્યા હતા. અહી ગુરૂવાણી, ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. પ્રસંગે દેવ વલ્લભસ્વામી, કોઠારી સ્વામી, વિષ્ણુ સ્વામી, મોહન સ્વામીએ જહેમત ઉઠાવી હતી.

તપોવન ટેકરી આશ્રમે ગુરૂપુર્ણિમા ઉજવાઇ

જાફરાબાદનજીક આવેલ તપોવન ટેકરી આશ્રમ ખાતે તપસીબાપુના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. સવારે ગુરૂપુજન, પાદુકા પુજન, મહાપ્રસાદ, કથા, રામધુન, હનુમાન ચાલીસા પાઠ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

પંચમુખી હનુમાન મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ખાંભાનજીક આવેલ વાંકુની ધાર ખાતે પુ. રામબાલકદાસબાપુ ગુરૂશ્રી બલરામદાસબાપુના સાનિધ્યમા ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. અહી ગુરૂવંદના, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. અહી મોટી સંખ્યામા સેવક સમુદાયે દર્શન અને ગુરૂવંદના કરી હતી.

અમરેલીમા આવેલ બંસીધર વિદ્યાલય ખાતે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામા આવી હતી. અહી ગુરૂપુજન, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓ નિમીષા પરમાર, રિંકલ ચિત્રોડા, પીનલ જાદવ, નેહા ગોરવિયાળા, પ્રિતમ મકવાણા, પરેશ વાઘેલા વિગેરેએ સ્પર્ધામા ભાગ લીધો હતો. તકે શાળાના આચાર્ય પી.કે.વસરા, ડી.સી.ગોલ, બી.એન.મકવાણાએ પ્રવચનો કર્યા હતા.

બંસીધર વિદ્યાલયમા ગુરૂપુર્ણિમાની ઉજવણી

ફુલહાર અને કુમકુમ તીલકથી સેવકોએ ગુરૂનું પુજન કયું. તસ્વીર-પ્રકાશચંદારાણા, પૃથ્વી રાઠોડ, રાજુ બસીયા

ગુરૂવંદના, પુજન અર્ચન, ભજન સહિતનાં કાર્યક્રમો યોજાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો