Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધારીમાં દલિત આધેડનું હાર્ટએટેક બાદ મોત મુદ્દે પ્રતિક ઉપવાસ
ઉનાનાસમઢીયાળામાં દલીતો પર થયેલા અત્યાચારના વિરોધમાં આજે ધારીના દલીતો મામલતદાર કચેરીએ પહોંચી પ્રતિક ઉપવાસ પર બેસવા માટે રજુઆત કરી રહ્યા હતા તે સમયે અહિંના એક દલીત આધેડને હાર્ટએટેક આવી જતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં. જ્યાં તેમનું સારવાર દરમીયાન મોત થયુ હતું.
ધારીની મામલતદાર કચેરીમાં વિરોધ પ્રદર્શન માટે આવેલા દલીત આધેડને હાર્ટએટેક આવી ગયાની ઘટના આજે સવારે બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ધારી તાલુકા દલીત સમાજના આગેવાનો આજે સવારે ઉનાના સમઢીયાળાની ઘટનાનો વિરોધ દર્શાવવા મામલતદાર કચેરીએ દોડી ગયા હતાં. વેકરીયાપરામાં રહેતા દેવશીભાઇ હમીરભાઇ દાફડા (ઉ.વ. 50) પણ મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતાં.
અન્ય દલીત આગેવાનો મામલતદારની ચેમ્બરમાં જઇ પ્રતિક ઉપવાસ અંગે વાતચીત કરી રહ્યા હતા ત્યારે બહાર ઉભેલા દેવશીભાઇ દાફડાને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. જેને પગલે સૌ પ્રથમ તેઓ ઘરે ગયા હતા અને ત્યાંથી સારવાર માટે ધારી દવાખાને ગયા હતાં. જ્યાં તેમનું સારવાર દરમીયાન મોત થયુ હતું. બીજી તરફ મહેશભાઇ જીરાવાળા, રમેશભાઇ ચૌહાણ, પાલજીભાઇ ચાવડા, શામજીભાઇ ખાણીયા, માધુભાઇ ખાણીયા વિગેરેએ મામલતદાર કચેરી સામે આજે પ્રતિક ઉપવાસ કર્યા હતાં અને જવાબદારો સામે પગલા લેવા માંગ કરી હતી. દલીત આધેડના મોત અંગે જો કે પોલીસ ચોપડે કશુ નોંધાયુ હતું.