તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16 શખ્સો સામે હત્યાની કોશીષનો ગુનો નોંધાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીશહેરમા ઠેરઠેર તોડફોડ, સરકારી મિલકતોને નુકશાન અને પોલીસ કોન્સ્ટેબલ પર ખુની હુમલા અંગે અમરેલી સીટી પોલીસે કુલ 16 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

અમરેલી સીટી પીઆઇ એચ.એમ.રામાવતે જાતે ફરિયાદી બની હત્યાની કોશિષ સહિતની જુદીજુદી કલમો હેઠળ સાવરકુંડલાના કાંતી મુળજી વાળા, સીમરણના અનીલ કિશોર દાફડા, અમરેલીના નવચેતન ડી.પરમાર, રાજુ પીઠા મહિડા, મગન ખીમજી રાઠોડ, રોહિત અરજણ પટણી, મધુ ભીમજી ચાવડા, હસુ ભીમજી ચાવડા, રિપલ વિનોદ પરમાર, સાગર જીવરાજ પરમાર, શિક્ષક રજની મકવાણા, પ્રકાશ નાનજી ચાવડા, ગોપાલ મનુ ચૌહાણ, કરશન રાઠોડ અને પ્રવિણ સોલંકી નામના શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. રાજકોટ હોસ્પિટલના કાગળો આવ્યા બાદ 302ની કલમનો તેમા ઉમેરો કરાશે. ફરિયાદમા જણાવાયા મુજબ દલિત અત્યાચારના વિરોધમા કરાયેલી રેલીમા એસટી બસો, સાઇનબોર્ડ, લોકોના મકાનો અને દુકાનોમા પથ્થરમારો કરવામા આવ્યો હતો જેથી પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો. કાંતી વાળા સહિતના લોકોએ કરેલા પથ્થરમારામા પોલીસકર્મી પંકજભાઇ અમરેલીયાને ગંભીર ઇજા પહોંચી હતી. હજુ સુધી કોઇની ધરપકડ કરાઇ નથી.

ધારીમાં મોડીરાત્રે વાહનો પર પથ્થરમારો

દરમિયાનમોડી રાત્રે ધારીમા પણ છમકલુ થયુ હતુ. અહીના સીનેમા રોડ પર કેટલાક શખ્સોનુ ટોળુ રાત્રે એકઠુ થયુ હતુ અને અહીથી પસાર થતા ટ્રક અને લકઝરી બસ એમ બે વાહનોના કાચ પથ્થરમારો કરી ફોડી નાખ્યા હતા. જો કે દલિત સમાજના આગેવાનોએ દોડી આવી મામલો થાળે પાડયો હતો.

દલિત યુવાન એસપીને બટકુ ભરી ગયો

અમરેલી શહેરમાં ઠેકઠેકાણે પત્થરમારો કરી દલીત સમાજની રેલી ચિતલ રોડ પર ડો. બાબાસાહેબ આંબેડકર હોલ પર પહોંચી હતી. અહિં પહેલેથી જંગી પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને ખુદ જીલ્લા પોલીસ વડા પણ હાજર હતા તે સમયે પણ પત્થરમારો ચાલુ હતો. એક યુવાન જીલ્લા પોલીસ વડાને હાથ પર બટકુ ભરી ગયો હતો. પત્થરમારામાં એસપી અને પીએસઆઇ સહિત પાંચ પોલીસકર્મી ઘાયલ થયા હતાં. ચિતલ રોડ પર દલીત સમાજની રેલી દરમીયાન કેટલાક ટીખળી તત્વોએ અનેક વખત પત્થરમારો કર્યો હતો. સમયે અહિં જંગી પોલીસ કાફલો હાજર હતો. અહિં જીલ્લા પોલીસ વડા જગદિશ પટેલ પણ મારતી ગાડીએ દોડી આવ્યા હતાં અને સીધા દલીત સમાજના ટોળાની વચ્ચે જઇ તેમને વિખેરાઇ જવા સમજાવટ કરવા લાગ્યા હતાં. સમયે કેટલાક લોકોએ હો-હા કરી હતી અને કોઇએ પત્થરો પણ ફેંકયા હતા જે જીલ્લા પોલીસ વડા જગદિશ પટેલને પગમાં વાગ્યા હતાં. દરમીયાન ઝપાઝપી થતા એક યુવાન પોલીસ વડાને હાથ પર બટકુ ભરી ગયો હતો. સમયે અહીં ટ્રાફીક બ્રીગેડના જવાનો હાજર હતાં અને તેમણે ભારે જોખમ ખેડી જીલ્લા પોલીસ વડાને અહિંથી સલામત બહાર કાઢ્યા હતાં. અહિં ટોળાના પત્થરમારામાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા હતાં. જેમાંથી કેટલાકને સારવાર લેવી પડી હતી તો કેટલાકને સામાન્ય ઇજા હોય સારવાર લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો