• Gujarati News
  • હુડલીના ખેડૂતને છેતરી બાનાખત બનાવાયું \"તું

હુડલીના ખેડૂતને છેતરી બાનાખત બનાવાયું \"તું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હુડલીના ખેડૂતને છેતરી બાનાખત બનાવાયું \\\"તું

ક્રાઇમ રિપોર્ટર. અમરેલી

ચલાલાતાબાના હુડલી ગામના વૃધ્ધ ખેડુતે પોતાને કેફી પીણુ પીવડાવી જમીનનું બાનાખત કરાવી લેવાતા કૃત્ય કરનાર શખ્સોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ હવે પોલીસે બારામાં રૂપાવટી, જુનાગઢ અને ધારીના આઠ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

ચલાલા તાબાના હુડલી ગામના ભનુભાઇ ધરમશીભાઇ સભાયા નામના 60 વર્ષિય ખેડુતે પોતાની જમીન છીનવાઇ જતા ઝેરી દવા પી આપઘાતનો 5્રયાસ કર્યો છે. બે દિવસ પહેલા પોતે આવા શખ્સોના ત્રાસથી આપઘાત કરી રહ્યા હોવાની અમરેલી જીલ્લા પોલીસ વડા અને કલેક્ટરને લેખીત જાણ કરી ઝેરી દવા પી લીધી હતી.

તેમને સારવાર માટે અમરેલીના ખાનગી દવાખાને ખસેડાયા બાદ પોલીસના હાથમાં તેમણે લખેલી ચિઠ્ઠી આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રૂપાવટી ગામના જયરાજ દેવકુભાઇ, બરડીયા ગામના વિજય વલ્લભભાઇ, ધારી તાલુકાના માલસીકા ગામના દિપક વાળા, જુનાગઢના સંજય દિલુ ખુમાણ અને અમીત કામોઠી ખોરડીના રહીમ અને યુનુસ કમાલશા સૈયદ તથા ધારીના હિરેન વિઠ્ઠલાણી નામના શખ્સોના ત્રાસથી પગલુ ભર્યુ હતું. શખ્સોએ ભનુભાઇ સભાયાને પોતાની પાસે બોલાવી જાણ બહાર કેફી પીણુ પીવડાવી દીધુ હતું. અને બાદમાં તેમની પાસે અન્ય કાગળમાં સહી કરાવવાના બહાને જમીનના બાનાખતમાં સહી કરાવી લીધી હતી.

પોતાની જમીન છીનવાઇ જવાના ભયે વૃધ્ધ ખેડુત વ્યથિત બની ગયા હતાં. જેથી મનમાં મુંજાતા ખેડુતે બે દિવસ પહેલા ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અમરેલીના ખાનગી દવાખાને ખસેડાયા હતાં. તેમના પુત્ર રાજેશભાઇ ભનુભાઇ સભાયાએ બારામાં આઠેય શખ્સો સામે ચલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઠેય શખ્સોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.પીએસઆઇ પી. બી. ઝાલા તપાસ ચલાવી રહ્યા છે. બનાવ અંગે સમગ્ર ચલાલા પંથકમાં ભારે ચકચાર જાગી ઉઠી છે.