આપઘાત માટે જવાબદારો સામે પગલાની માંગ કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપઘાત માટે જવાબદારો સામે પગલાની માંગ કરાશે

કલેક્ટર અને પોલીસ વડાને આવેદન અપાશેધારીતાલુકાના હુડલી ગામના ખેડૂતોએ વ્યાજખોરો અને ભુમાફીયાઓ દ્વારા જમીન પચાવી પાડવાનો કારસો કરાતા ઝેરી દવા પી આપઘાતની કોશીષ કર્યાને પગલે આવી પ્રવૃતિ કરતા તત્વો સામે ભારોભાર રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે હુડલી ગ્રામ પંચાયતના ઉપક્રમે અમરેલીમાં 29મીએ એક વિશાળ રેલીનું આયોજન કરાયુ છે. જેમાં કલેક્ટર અને પોલીસ વડાને આવેદન પાઠવી જીલ્લા ભરમાં પ્રસરેલી પ્રકારની બદીને ડામવા માંગ કરાશે. અમરેલી જીલ્લામાં વિવિધ જ્ઞાતિના આગેવાનો, વિવિધ સંગઠનો અને ખેડૂતો માટે સક્રીય થયા છે. જીલ્લાભરમાં છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરો અને ભુમાફીયાઓનો ત્રાસ છે. જરૂરીયાતમંદ લોકોને શોધી તેમને વ્યાજના સકંજામાં ઉતારવાનું તથા ભુમાફીયાઓ દ્વારા કોઇને કોઇ રીતે લોકોની જમીન અને સંપતીનો કબજો મેળવવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યુ છે. માટે આખી ચેનલ કામ કરી રહી છે. શિકારને શોધીને તેને વ્યવસ્થિત રીતે ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેની સંપતી પચાવી પાડવા કારસો રચાઇ છે. ધારી તાલુકાના હુડલી ગામના ભનુભાઇ ધરમશીભાઇ સભાયા નામના ખેડૂત સાથે આવું બન્યુ હતું. તેમની દોઢ કરોડની જમીન માત્ર પાંચ લાખ ઉછીના જોઇતા હતાં તે માટે પચાવી પાડવાનો કારસો થતા તેમણે 25મી તારીખે ઝેરી દવા પી લીધી હતી અને બે દિવસની સારવારમાં તેમનું મોત થયુ હતું. ત્યારે પ્રકારની પ્રવૃતિ કરતા તત્વો સામે આકરા પગલા લેવામાં આવે તેવી માંગ સાથે બુધવારે અમરેલીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. હુડલી ગ્રામ પંચાયતના સરપંચ વિમળાબેન સભાયાએ જણાવ્યુ હતું કે સવારે દશ કલાકે સૌ પ્રથમ શહેરના માર્ગો પર મૌન રેલી કાઢવામાં આવશે અને બાદમાં અમરેલી જીલ્લા કલેક્ટર તથા પોલીસ વડાની કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવશે.

રેલીમાં અમરેલી જીલ્લાના વિવિધ જ્ઞાતિના આગેવાનો, દરેક તાલુકામાંથી આવેલા ખેડૂત, વિવિધ સામાજીક સંસ્થાઓના આગેવાનો અને આવા વ્યાજખોરો તથા ભુમાફીયાઓથી પીડીત લોકો ભાગ લેશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે આવા તત્વો સામે આકરા પગલા લેવા માંગણી કરાશે અને શતગત ખેડૂતને રીતે શ્રધ્ધાંજલી અપાશે.

અન્ય સમાચારો પણ છે...