• Gujarati News
  • મુડીઝે રેટિંગ આઉટલુક સુધારીને પોઝિટવ કર્યું: સરકારી મજબૂત પગલાંની અસર

મુડીઝે રેટિંગ આઉટલુક સુધારીને પોઝિટવ કર્યું: સરકારી મજબૂત પગલાંની અસર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનો આઉટલુક સ્ટેબલ જાળ‌વી રાખતી ફિચ

રેટિંગએજન્સી મુડીઝે ભારતનો આઉટલુક સ્થિરમાંથી પોઝિટીવ અપગ્રેડ કરતા જણાવ્યું હતું કે સરકાર અર્થતંત્રને વધુ મજબુત બનાવવા માટે પગલા લઇ રહી છે. પોલિસી મેકર્સ દ્વારા લેવાતા પગલાને કારણે દેશનું અર્થતંત્ર મજબુત બનશે તે બાબતને નજરમાં રાખીને મુડીઝે તેનો આઉટલુકમાં ફેરફાર કર્યો છે. મુડીઝ ભારત માટે Baa3 રેટિંગ ધરાવે છે કે જે નીચલા ઇન્વેસ્ટેમેન્ટ ગ્રેડને દર્શાવે છે.

હાયર રેટિંગ સાથે પોલિસી મેકર્સ દ્વારા સતત ક્રેડિટ પ્રોફાઇલને મજબુત બનાવવા લેવામાં આવતા પગલાની અસર આગામી 12 થી 18 મહિના દરમિયાન જોવા મળશે તેવુ મુડીઝે જણાવ્યું હતું. સારી ડેમોગ્રાફી, આર્થિક વિવિધતા, ઊંચી બચત તેમજ રોકાણના રેટ્સ જેવા પરિબળો દેશ માટે હકારાત્મક સાબિત થશે.

સિવાય વૈશ્વિક સ્તરે કોમોડિટીના નીચા ભાવો તેમજ તરલતાની સ્થિતી જેવી બાબતો દેશના વૃદ્વિદરને ઊંચો રાખશે.મુડીઝનો દેશનો અપગ્રેડેડ આઉટલુક સરકારના રીફોર્મ પગલા, સારી વૃદ્વિ,આઉટલુક, પબ્લીક ઇન્વેસ્ટમેન્ટની બજેટ સ્ટ્રેટેજી તેમજ ખાધ શિસ્ત જેવી બાબતને સમર્થન આપે છે તેવું મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિય્ને જણાવ્યું હતું.

જો કે આની સામે ફુગાવાનું દબાણ, ચૂકવણીનું દબાણ તેમજ નિયમનના વાતાવરણ જોવા મળતી અનિશ્વિતતાને પગલે વૃદ્વિમાં અસ્થિરતાની સ્થિતી જોવા મળી છે જેને કારણે દેશની નાણાકીય સ્થિતને ફટકો પડયો છે તેમજ બાબત દેશની ક્રેડિટ પ્રોફાઇલ માટે અવરોધરૂપ સાબિત થઇ છે.

હાલમાં ફુગાવાને કાબુમાં રાખવા, બાહ્ય બેલેન્સને ચેક કરવું, રોકાણકારો માટે નિયમનકારી માળખાને હળવુ કરવું, વિદેશી રોકાણ વધારવા માટે લેવાયેલા પગલાને કારણે દેશની ક્રેડિટ પ્રોફાઇમાં સુધારો જોવા મળશે તેમજ અર્થતંત્રને પણ વેગ મળશે. દેશના અર્થતંત્રની મજબુતી માટે યોગ્ય પોલિસી અસરકારક નિવડશે.

દેશના અર્થતંત્રની વૃદ્વિ માટે રિફોર્મ માટેના સરકાર દ્વારા પગલા લેવાના હોવા છતાં જ્યાં સુધી તેનું હકીકતમાં અમલીકરણ બાદ વૃદ્વિ શક્ય બનશે તેવુ જણાવીને રેટિંગ એજન્સી ફિચે દેશનો આઉટલુટ સ્ટેબલ જાળવી રાખ્યો હતો. એજન્સીએ દેશમાં ચાલુ નાણાકીય વર્ષ માટેનો જીડીપી વૃદ્વિદરનો અંદાજ 8 ટકા દર્શાવ્યો છે તેમજ વર્ષ 2016-17 સુધીમાં તે 8.3 ટકા થવાની પણ આગાહી કરી છે. જીડીપી ગણતરી માટેના નવા બેઝ પર આગાહીની ગણતરી કરવામાં આવે છે. દેશમાં ઘણા વર્ષોથી જોવા મળેલી સ્થિરતા બાદ સરકારના રિફોર્મ એજન્ડાને કારણે ભારતીય અર્થતંત્રમાં નવો સંચાર જોવા મળ્યો છે. પગલાના અમલીકરણથી વૃદ્વિ શક્ય બનશે.