જયેશ ગોંધીયા| ઉના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયેશ ગોંધીયા| ઉના

93-ઉનાવિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા ગીર જંગલમાં નેસ વિસ્તારની 3909 ની વસ્તી ધરાવતા 16 જેટલા નેસ વિસ્તારનાં અંદાજે 2 હજાર મતદારોએ મતદાન માટે સરેરાશ 3 થી 5 કિમી જવું પડશે. તેઓ માટે વહિવટી કે ચૂંટણી તંત્ર વાહનની પણ વ્યવસ્થા નથી કરતું. બીજી તરફ આજ જંગલ વિસ્તારમાં આવેલા બાણેજ તિર્થધામમાં મહંતના એકમાત્ર મત માટે આખું મતદાન મથક ઉભું કરાય છે.

ગીરગઢડા તાલુકા હેઠળ આવતા 16 નેસ વિસ્તારમાં 2057 પુરૂષ અને 1857 સ્ત્રીઓ મળી કુલ વસ્તી 3909 ની છે. જેમાં આશરે 2 હજાર મતદારો છે. નેસ વિસ્તારનાં માલધારીઓ તેમજ મતદારોની સમસ્યા છે કે તેઓએ મતદાનનાં દિવસે નેસ વિસ્તારમાં મતદાન મથક ઉભું કરાતું નથી. તેઓએ સરેરાશ 3 થી 5 કિમી દૂર જવું પડશે. માલધારીઓનાં મનમાં પણ સવાલ ઉઠ્યો છે કે, ગીર જંગલમાં આવેલા બાણેજ તીર્થનાં મહંતનાં એક માત્ર મત માટે મતદાન મથક ઉભું કરવામાં આવે છે. તો અમારા નેસ વિસ્તારમાં કેમ નહીં.?

અન્ય સમાચારો પણ છે...