સરસીયાનાં યુવાને પોલીસમાં કરી ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીનાલીલીયા રોડ પર રહેતા એક યુવાનને અજાણ્યા શખ્સે માણેકપરા પાસે ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે ધારી તાલુકાના સરસીયામાં રહેતા એક યુવાનને કોઇ અજાણ્યા શખ્સે ફોનમાં મારી નાખવાની ધમકી આપી હતી. બારામાં પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ અમરેલીના લીલીયા રોડ પર રહેતા રમેશભાઇ નાનજીભાઇ રાખોલીયા નામના યુવકને ગઇકાલે અહી આવેલા માણેકપરા વિસ્તારમાં કોઇ અજાણ્યા શખ્સે ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી. બારામાં અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

જ્યારે ધારી તાલુકાના સરસીયામાં રહેતા ઉદયભાઇ મંગળુભાઇ વાળા નામના યુવકને દોઢ વર્ષ પહેલા કોઇ અજાણ્યા શખ્સે ફોનમાં ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બારામાં ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...