તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચતુરીમાંથી સિંહ દર્શન કરી રહેલા બે યુવકો ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગીરજંગલમા વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમા વધુ પ્રમાણમા વસવાટ કરી રહ્યાં છે ત્યારે જિલ્લામા ગ્રામ્ય વિસ્તારોમા તેમજ ગીરકાંઠાના વિસ્તારોમા લોકો અવારનવાર ગેરકાયદે સિંહ દર્શનની લ્હાયમા જતા હોય છે. ત્યારે ખાંભા તાબાના ચતુરી ગામની સીમમા પણ અમરેલીના બે શખ્સો ગેરકાયદે સિંહ દર્શન કરી રહ્યાં હોય વનવિભાગે બંને યુવકોને ઝડપી લઇ રૂપિયા 40 હજારનો દંડ ફટકાર્યો હતો.

ગેરકાયદે સિંહ દર્શન કરી રહેલા બે યુવકોને વનવિભાગ દ્વારા દંડ ફટકાર્યાની ઘટના ખાંભા તાલુકાના ચતુરી ગામે બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર ચતુરી ગામે રેવન્યુ વિસ્તારમાં બે યુવકો ગેરકાયદે સિંહ દર્શન કરી રહ્યાં હોવાની વનવિભાગને જાણ થતા ધારી વનવિભાગના ડીએફઓ કરૂપ્પાસામીની સુચનાથી ખાંભા તુલશીશ્યામ રેંજના ઇન્ચાર્જ આરએફઓ બી.બી.વાળા સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

વનવિભાગે અહી અમરેલીના લાલજી ડાયાભાઇ પડસાલા તેમજ સંજયભાઇ રસીકભાઇ ભટ્ટ નામના બે યુવકોને ગેરકાયદે સિંહ દર્શન કરતા ઝડપી પાડયા હતા અને સ્થળ પર રૂપિયા 40 હજારના દંડની વસુલાત કરી હતી. વનવિભાગના રાઉન્ડ ફોરેસ્ટર આર.એન.હેરમા, મુકેશભાઇ પલાસ, એસ.જે.ડોડીયા, બી.વી.ગોહિલ સહિતે કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર યુવકો સિંહ દર્શનની લ્હાયમા ગેરકાયદેસર જંગલ કે સીમ વિસ્તારમા પહોંચી જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો