તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરા પાલીકા પ્રમુખ સામે લટકતી અવિશ્વાસની તલવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના આઠ સભ્યો પ્રમુખની વિરૂધ્ધમાં

બાબરાનગરપાલીકાના પ્રમુખ ખીમજીભાઇ મારૂ સામે અવિશ્વાસની દરખાસ્ત લટકી રહી છે. સતાધારી કોંગ્રેસના આઠ સભ્યો પ્રમુખની વિરૂધ્ધમાં ગયા છે અને તેમની સામે ગંભીર આક્ષેપો કરી અવિશ્વાસની દરખાસ્ત મુકવા તજવીજ હાથ ધરી છે.

પાલીકા પ્રમુખ તરીકે ખીમજીભાઇ મારૂએ સતા સંભાળ્યા બાદ ચુંટણી ઢંઢેરા મુજબ કામગીરી થતી હોવાની, નબળા કામો અને ભ્રષ્ટાચાર થતો હોવાની અને પક્ષના સભ્યો સાથે અયોગ્ય વર્તન થતુ હોવાનો આક્ષેપ કોંગ્રેસના આઠ સભ્યો દ્વારા લગાવાઇ રહ્યો છે. હવે આઠ નગરસેવકો દ્વારા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવા તજવીજ હાથ ધરાઇ છે. બાબરા નગરપાલીકામાં કુલ 24 સભ્યો છે જે પૈકી કોંગ્રેસના 19 અને ભાજપના પાંચ સભ્યો છે. કોંગ્રેસના સભ્યો ભાજપના સહારે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની ગણતરી રાખી રહ્યા છે. જો કે શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ આંબલીયાએ જણાવ્યુ હતું કે મામલો કોંગ્રેસનો આંતરીક ડખ્ખો છે. બીજી તરફ સ્પષ્ટ બહુમતી હોવા છતાં પાલીકા પ્રમુખ સભ્યોને સાથે લઇ ચાલી શક્યા હોય આગામી દિવસોમાં કડાકા-ભડાકાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...