તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાંભાના ભાણીયા ગામના રહિશો પાયાની સુવિધાઓથી વંચિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રહિશોએ થોડા મહિના પહેલા પાયાની સુવિધા મુદે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો

પાંચ દાયકાથી માલધારીઓની દારૂણ સ્થિતી

ખાંભાતાલુકાનુ ભાણીયા ગામ પાયાની સુવિધાઓથી પાંચ-પાંચ દાયકાથી વંચીત છે. ગામ વન અભ્યારણ્ય નજીક આવેલુ ગામ છે. અહિંના રહીશો હાલમાં ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ દારૂણ જીંદગી વિતાવી રહ્યા છે તેમજ પોતાના પરિવાર સાથે નરકમાં જીવન વિતાવી રહ્યાની પુષ્ટી કરી રહ્યા છે.ખાંભાથી 25 કીમી દુર વન અભ્યારણ્ય નજીક આવેલા ભાણીયા ગામના રહીશોએ થોડા મહિનાઓ પહેલા પાયાની સુવિધાઓથી વંચીત હોવાની વાતને લઇને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો. બાબતને લઇને સ્થાનિક અધિકારીઓ તથા નેતાઓએ તમામ માંગો પુરી કરવા માટે વચનો આપ્યા હતાં. હાલમાં ચોમાસામાં વરસાદના પગલે પણ શેરીઓ, રોડ-રસ્તા ઉપર રીતસર ગંદકીના ગંજ ખડકાયા છે. અહિં પીવાના પાણીના હેન્ડપંપ પાસે પણ ગંદકીના ગંજ જામેલા રહે છે. ત્યારે નર્કાગારમાંથી તેઓને કોણ અને ક્યારે ઉગારશે તેવી આશા સાથે અહિંના રહીશો દિવસ-રાત ગુજારી રહ્યા છે. હવે પાયાની સુવિધા નહી મળે ત્યા સુધી આગામી લોકસભાની ચુંટણી તેમજ ગ્રામપંચાયતની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી અહિંના રહીશોએ ઉચ્ચારી છે.

ગંદકીનાં ગંજથી નર્કાગાર જેવી સ્થિતીમાંથી કોણ કયારે ઉગારશે?તેવી ભાણિયા ગામનાં લોકો વાટ જોઇ રહયા છે તસ્વીર- પૃથ્વી રાઠોડ

દરેક ચુંટણીનાં બહિષ્કારની ચિમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો