તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગાવદર ગામે જ્ઞાન સપ્તાહ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેલી કાઢી સ્વચ્છતાનો સંદેશો અપાયો

ધારીતાલુકાના ડાંગાવદર ખાતે શાળાના મેદાનમાં તા. 4/9ને રવિવારના રોજ સ્વચ્છતા અભિયાન અંગે રેલી કાઢવામાં આવી હતી. સ્વામિનારાયણ ગુરૂકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (એસજીવીપી)ના પૂ. શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શનથી સૌરાષ્ટ્રના 108 ગામોને સ્વચ્છતા અભિયાન અંતર્ગત પસંદ કરવામાં આવ્યા છે.

સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત ડાંગાવદર ગામની પસંદગી થવાથી તા. 4/9ના રોજ સવારે ગુરૂકુળના સંતો પધારેલા. ગામના સરપંચ દેસુરભાઇ બલદાણીયા, ઉપસરપંચ અમૃતલાલ નાકરાણી, એસએમસી અધ્યક્ષ પાંચીબેન તથા સર્વે ગ્રામજનો અને શાળાના શિક્ષકો તથા બાળકો દ્વારા ગામમાં રેલી કાઢવામાં આવેલી. રેલી દરમિયાન સંતોએ પોતે શેરીઓમાં સફાઇ કરેલી હતી.

ત્યારબાદ સંતોએ સ્વચ્છતા અભિયાનથી થતા ફાયદા, ભારત દેશની પ્રગતિ માટે નાગરીક ધર્મ તેમજ વ્યસનમુક્તિનો સંદેશ આપેલો. આચાર્યશ્રી પ્રકાશભાઇ શર્માએ જ્ઞાન સપ્તાહ, સ્વચ્છતા અભિયાન અને સંતો દ્વારા મળેલ જ્ઞાન માર્ગદર્શનનો લાભ ડાંગાવદરમાં ત્રિવેણી સંગમ સમાન હોવાનું જણાવી સર્વનો આભાર વ્યક્ત કરેલ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો