તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Dhari
 • સુરતમાં યોજાનાર સન્માન કાર્યક્રમનો બહિષ્કાર કરવા કોટડીયાની હાકલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં યોજાનાર સન્માન કાર્યક્રમનો બહિષ્કાર કરવા કોટડીયાની હાકલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી જિલ્લાના પાટીદારો પણ સન્માન કાર્યક્રમનો બહિષ્કાર કરે તેવો અનુરોધ કરતા પાસના બાંભરોલીયા

આવતીકાલેસુરત ખાતે યોજાનાર સન્માન કાર્યક્રમને નિષ્ફળ બનાવવા ધારી બગસરાના ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ રાજયના પાટીદારોને હાકલ કરી છે. તેમણે જણાવ્યું હતુ કે રાજયમા પાટીદાર સમાજને હક્ક અપાવવા અનામત આંદોલન સમિતી દ્વારા શરૂ થયેલ અને સમાજના જરૂરિયાત અને સમજુ લોકોના લોહીના કણકણમા પ્રસરી ગયેલ આંદોલનને તોડવા પ્રયાસો કરવામા આવી રહ્યાં છે. સુરતમા યોજાનાર સંમેલન ભાજપ પ્રેરિત છે. નલીનભાઇ કોટડીયાએ એમપણ જણાવ્યું હતુ કે સુરતમા કાર્યક્રમ યોજી જનમેદની એકઠી કરી પાટીદારની પીડાને સાંભળનાર કે જોનારા ભાજપના ધારાસભ્યો, સાંસદો, હોદ્દેદારો વિગેરેના સન્માનના બહાને પાટીદાર લોકોના માનસમાથી ભુસાઇ ગયેલાને ફરી સ્થાન અપાવી 2017ની ચુંટણી જીતવા યોજવામા આવનાર કાર્યક્રમ ભાજપ પ્રેરિત અને ઉદ્યોગપતિ પ્રેરિત છે જેના વિરોધ કરવા પાટીદારોને હાકલ કરવામા આવી છે.પાસ સમિતીના કન્વીનર દિનેશભાઇ બાંભરોલીયાએ જણાવ્યું હતુ કે સુરતમા પાટીદારના બેનર તળે યોજાનાર કાર્યક્રમનો બહિષ્કાર કરવા અને પાટીદારોને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો