તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારી, જુનાગઢથી ઢસા માટે સવારની ટ્રેન શરૂ કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીઅને જુનાગઢથી ઢસા માટે સવારની ટ્રેન સુવિધા હોય મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે પ્રશ્ને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજુઆત કરવામા આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશભાઇ પટ્ટણી દ્વારા કરવામા આવેલી રજુઆતમાં જણાવાયું હતુ કે ધારી અને જુનાગઢથી સવારના ઢસા જવા માટે ટ્રેન સુવિધા નથી જેને કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે. રેલવેમા ભાડાનો પણ સારો તફાવત હોવાથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મુસાફરીમા સરળતા પડી શકે અને રેલવેને પણ આવક સારી થશે. ધારી રેલવે સ્ટેશન ખાતે ઓનલાઇન બુકીંગ બંધ હતુ તે અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજુઆત કરવામા આવતા સેવા શરૂ કરવામા આવી છે. સવારે 11 થી 12 અને સાંજે 6 થી 8 ઓનલાઇન બુકીંગ શરૂ રહેશે.

અન્ય સમાચારો પણ છે...