તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટર 12-15 ટકાના દરે વધશે: ઇકરા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનોલાઇફ ઇન્સ્યોરન્સ ઉદ્યોગ સરકારના પ્રોત્સાહનો, જાગૃતિ અને બદલાતા જતાં માર્કેટ ચિત્રના કારણે ચાલુ વર્ષે 12-15 ટકાની વૃદ્ધિ હાંસલ કરશે તેવું ઇકરાએ જણાવ્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2015માં 9 ટકાના ઘટાડા સામે વૃદ્ધિના સંયોગો જણાય છે. ઉદ્યોગમાં સુધારા પાછળના અન્ય મુખ્ય કારણો પૈકી ઇકોનોમિમાં રિકવરીના કારણે પણ વીમા ઉદ્યોગની સ્થિતિ સુધરી હોવાનુ ઇકરાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ કાર્તિક શ્રીનિવાસને જણાવ્યું છે. સરકારી કંપની એલઆઇસી તેમજ ખાનગી ક્ષેત્રની 8 સહિત ટોચની 9 લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓનો અભ્યાસ અને સર્વે કરીને ઇકરાએ જણાવ્યું છે કે, નવ કંપનીઓ કુલ માર્કેટનો 92 ટકા હિસ્સો ધરાવે છે. એટલુંજ નહિં નાણાકીય વર્ષ 2013-14 દમરિયાન ન્યૂ બિઝનેસ પ્રિમિયમ(એનબીપી)માં 12 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જેની સામે 2014-15માં પાંચ ટકાના ઘટાડા સાથે રૂ. 1131 અબજનો બિઝનેસ મળ્યો હતો. ઘટાડો સિંગલ અને રેગ્યુલર પ્રિમિયમ સેગ્મેન્ટમાં જોવા મળ્યો છે. 2014-15માં ખાનગી સેકટરની એનબીપીમાં 18 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. જ્યારે એલઆઇસીમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એલઆઇસીના બિઝનેસ માટે મુખ્ય ચાલક બળ એજન્ટસ રહ્યા હા. જ્યારે ખાનગી સેક્ટરમાં અધિકારીઓ અને વિતરણ ચેનલે મહત્વનો ભાગ ભજવ્યો હતો.

વિદેશી શેરહોલ્ડિંગ ધોરણમો 26 ટકાથી વધારી 49 ટકા કરવાના કારણે ખાનગી સેક્ટરની વીમા કંપનીઓમાં 6-8 અબજ ડોલરનો મૂડીપ્રવાહ આવ્યો છે. જનરલ સેક્ટરમાં સોલવન્સી રેશિયો જાહેરક્ષેત્રીય વીમા કંપનીઓ માટે ખાનગી સેક્ટરની વીમા કંપનીઓની સરખામણીમાં વધુ મજબૂત રહ્યો હતો. ઇકરાના અંદાજ અનુસાર આગામી ચાર-પાંચ વર્ષ દરમિયાન જનરલ ઇન્સ્યોરન્સ સેક્ટર માટે આશરે રૂ. 60-195 અબજની મૂડી જરૂરીયાત ઊભી થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...