અમરેલીની બજારમાં ખાખડીનું આગમન થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સારો પાક આવે એવી ખેડુતોને આશા

કેરીનીસિઝન નજીક છે. આંબે મોર બેસવા લાગ્યો છે. અને ખાખડીઓ પણ બંધાવા લાગી છે ત્યારે અમરેલીની બજારમા ધીમેધીમે ખાખડીઓનુ આગમન શરૂ થઇ ગયુ છે. અમરેલી પંથકમા કેસર કેરીનુ મોટાપાયે વાવેતર થાય છે. ખાસ કરીને ગીરકાંઠાના સાવરકુંડલા, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ તાલુકામા ખેડૂતો કેસર કેરીની ખેતી કરે છે. પાછલા વર્ષોમા અમરેલી પંથકમા દેશી આંબાઓ દુર કરી ખેડૂતોએ તેના સ્થાને કેસર કેરીના આંબા લગાવી દીધા છે. મોટાભાગે શિયાળાનો અંત આવતા સુધીમા આંબે મોર બેસી જાય છે.ઓણસાલ પણ હાલમા આંબા પર મોર બેસી ગયો છે. ધારી, ખાંભા, રાજુલા પંથકમા આંબા પર હાલમા સારા પ્રમાણમા મોર જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...