• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • જાફરાબાદમાં વધુ પોણો ઇંચ : ખાંભામાં ઝાપટા : ગીર કાંઠામાં મોડી સાંજે વરસાદ

જાફરાબાદમાં વધુ પોણો ઇંચ : ખાંભામાં ઝાપટા : ગીર કાંઠામાં મોડી સાંજે વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદમાં ગુરૂવારે પણ ચાર ઇંચ વરસાદ થયો હતો

અમરેલીજીલ્લામાં ગઇકાલે મેઘરાજાએ અનરાધાર વરસી પડી પોણો ઇંચથી લઇ ચાર ઇંચ સુધી પાણી વરસાવ્યા બાદ આજે પણ જાફરાબાદમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ખાંભા પંથકમાં ઝાપટા પડયા હતાં. ગીર જંગલમાં પણ સાંજે ભારે વરસાદ હોવાના વાવડ મળેલ છે.

અચાનક અમરેલી જીલ્લા પર મેઘ મહેર ઉતરી આવી છે. ગઇકાલ બપોર સુધી તેના અણસાર હતાં. પરંતુ બપોર બાદ મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસી ગયા બાદ આજે જાફરાબાદમાં વધુ પોણો ઇંચ વરસાદ થયો હતો. કલેક્ટર કન્ટ્રોલ રૂમના સુત્રોએ જણાવ્યુ હતું કે જાફરાબાદમાં 18 મીમી વરસાદ થયો હતો. જ્યારે ખાંભામાં ઝાપટા સ્વરૂપે ત્રણ મીમી વરસાદ પડયો હતો. બીજી તરફ ધારી તાલુકાના ગીર કાંઠાના ગામો અને ગીરમાં પણ મોડી સાંજે ભારે વરસાદ હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાફરાબાદમાં ગઇકાલે મોડી રાત સુધીમાં ચાર ઇંચ વરસાદ થઇ ગયો હતો. રાજુલામાં પણ મોડી રાત સુધીમાં અઢી ઇંચ વરસાદ થયો હતો. જ્યારે લીલીયામાં ગઇકાલનો વરસાદ ત્રણ ઇંચ હતો. ઉપરાંત સાવરકુંડલામાં અઢી ઇંચ, ખાંભામાં પોણો ઇંચ, બગસરામાં એક અને ધારીમાં બે ઇંચ વરસાદ થયો હતો. વરસાદના નવા રાઉન્ડમાં એકમાત્ર વડીયા પંથક બાકી રહી ગયો છે. વડીયામાં ગઇકાલે અને આજે પણ વરસાદ હતો.

અન્ય સમાચારો પણ છે...