ધારીના ખીચાના યુવકને માથામાં લાકડીના ઘા ઝીંક્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જુના ચરખા ગામના 3 શખ્સોનો ખુની હુમલો

ધારીતાલુકાના ચરખા ગામે કેનાલપરા વિસ્તારમાં બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ધારી તાલુકાના ખીચા ગામના હકુભાઇ નારણભાઇ સોલંકી નામના યુવાન પર જુના ચરખા ગામના કડવા નાજાભાઇ, ભીખુ નાજાભાઇ અને ધનજી નાજાભાઇ નામના ભાઇઓએ હુમલો કર્યો હતો. તેઓ રાત્રે અહિં કેનાલ પર વિસ્તારમાં પસાર થતા હતા ત્યારે સૌ પ્રથમ કડવા નાજાએ તેને પાવડાનો એક ઘા માર્યો હતો ત્યારબાદ બાકીના બન્ને શખ્સોએ તેને માથામાં અને પીઠ પર લાકડીના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘવાયેલા હકુભાઇ સોલંકીને સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં. બારામાં તેણે ત્રણેય શખ્સો સામે ચલાલા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે ખેતરના હલાણના મુદે બન્ને વચ્ચે તકરાર હોય ઠપકો આપતા હુમલો કર્યો હતો. બનાવ અંગે ચલાલાના પીએસઆઇ મોરીએ ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...