ધારીની યુવતીએ જીંદગીથી કંટાળી જઇ ગળેફાંસો ખાધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતીનાં મૃતદેહને પીએમ માટે ખસેડાયો

ધારીનીપુરબીયા શેરીમાં રહેતી એક પટેલ યુવતીએ જીંદગીથી કંટાળી જઇ ઓઢણી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પટેલ યુવતીના આપઘાતની ઘટના ધારીના પુરબીયા શેરી વિસ્તારમાં બની હતી. અહિં રહેતી ધરતીબેન નરેન્દ્રભાઇ કાનાણી (ઉ.વ. 35) નામની યુવતીએ ગઇકાલે સવારે આઠેક વાગ્યાના સુમારે જીંદગીથી કંટાળી પોતાના ઘરે ઓઢણા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. નરેન્દ્રભાઇ કનકરાય કાનાણીએ બારામાં ધારી પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી થઇ હતી અને યુવતીના મૃતદેહને પીએમ માટે દવાખાને ખસેડ્યો હતો.અન્ય એક ઘટનામાં ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામના કલ્પેશ મળીયાભાઇ ભીલ નામના યુવકનો સાત માસનો પુત્ર ઇશ્વર ગાડાના પાછળના ભાગે બાંધેલા ઘોડીયામાં સુતો હતો ત્યારે અકસ્માતે નિચે પડી જતા માથામાં ગંભીર ઇજા થવાથી તેને સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે...