તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠંડીનો ચમકારો, અમરેલીમાં 13 ડીગ્રી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આયુર્વેદિક ઉકાળો અને દુધ, ધાબડીનું વેંચાણ શરૂ, બપોરે હુંફાળું વાતાવરણ

પાછલાકેટલાક દિવસોથી બેવડી ઋતુ જોવા મળી રહી હતી. જો કે હવે અમરેલી શહેરમાં આજે ઠંડીનો પારો ગગડીને 13 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જેને પગલે વહેલી સવારે અને રાત્રીના કડકડતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આગામી દિવસોમા હવે શિયાળો બરાબર જામશે તેવી શકયતાઓ જોવાઇ રહી છે. વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ લોકોને ગરમ વસ્ત્રોમા વિંટળાવુ પડયુ હતુ.

ઠંડીનો પારો ગગડતા શહેરમાં ગરમ વસ્ત્રોના વેચાણમા પણ ઉછાળો જોવા મળી રહ્યો છે તો રાત્રીના સમયે આયુર્વેદિક ઉકાળો તેમજ દુધ ધાબડીનુ વેચાણ પણ વધ્યુ હોય તેમ જોવા મળી રહ્યું છે. હાલ વહેલી સવારે અને રાત્રીના ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે સુર્યનારાયણ ઉગતાની સાથે દિવસ દરમિયાન વાતાવરણ હુંફાળુ રહે છે. આજે શહેરનુ મહતમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 13 ડિગ્રી રહ્યું હતુ.

ગરમ વસ્ત્રોના વેચાણમા ઉછાળો

શિયાળાનાઆરંભ સાથે શહેરમાં નેપાળ સહિતના વિસ્તારોમાથી વેપારીઓ ગરમ વસ્ત્રો વેચવા માટે અહી સ્ટોલ લગાવે છે. હાલ ઠંડીની શરૂઆત થતા ગરમ વસ્ત્રોના વેચાણમા ઉછાળો જોવા મળી રહ્યો છે.

રાત્રીનાલોકો ગરમ દુધ અને ઉકાળો આરોગે છે

ઠંડીનોપારો ગગડતા હાલ રાત્રીના સમયે અહી લોકો આયુર્વેદિક ઉકાળો તેમજ ગરમ દુધ થાબડી આરોગતા જોવા મળી રહ્યાં છે. અહી ઉકાળાનુ વેચાણ કરતા વેપારીને પણ તડાકો બોલી રહ્યો છે.

શિયાળો શરૂ થતાંની સાથે ઘાસચારાની અછત થતાં પરપ્રાંતમાં રહેતા માલધારીઓ પોતાનાં વતનમાંથી ગીર પંથકમાં આવી પહોંચ્યા છે. અને નાના-મોટુ કામ કરી પોતાનું ગુજરાન ચલાવશે. તસ્વીર- મેહુલ ચોટલીયા

ઉંટનાં ચારા માટે માલધારીઓ વતનથી ગીરપંથક ભણી

અન્ય સમાચારો પણ છે...