• Gujarati News
  • સુગર ઇન્ડ.ને આર્થિક ભીંસ છતાં ખાંડનું ઉત્પાદન 22 % વધ્યું

સુગર ઇન્ડ.ને આર્થિક ભીંસ છતાં ખાંડનું ઉત્પાદન 22 % વધ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : સુગરઇન્ડસ્ટ્રીઝ આર્થિક ભીંસમાં રહેવા છતાં ઓક્ટોબરથી શરૂ થયેલી સિઝનમાં દેશમાં ઉત્પાદન 22 ટકા સુધી વધીને 5.6 લાખ ટનને આંબી ગયું હોવાનું ઇસ્માના અહેવાલમાં દર્શાવાયું છે. નવી સિઝનમાં ઉત્પાદનનો અંદાજ વધારીને 250-255 (244) લાખ ટન મુકાઇ છે.દેશની કુલ 509 મિલોમાંથી નવેમ્બર 15 સુધીમાં 141 મિલોમાં ઉત્પાદનની કામગીરી થઇ રહી છે. પહેલી ઓક્ટોબરના રોજ શરૂનો સ્ટોક 75 લાખ ટનનો મુકાયો છે. ગુજરાતમાં નવા માલોની આવકો શરૂ થતા અને તહેવારોની માગ નબળી રહી હોવાથી ચાલુ મહિનામાં ક્વિન્ટલ દીઠ રૂ.100થી વધુનો ઘટાડો આવી ગયો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.