• Home
  • Saurashtra
  • Amreli District
  • Dhari
  • શહીદ પોલીસ કર્મીના પરિવારને 1 કરોડની સહાય મળવી જોઇએ : અરવિંદ કેજરીવાલ

શહીદ પોલીસ કર્મીના પરિવારને 1 કરોડની સહાય મળવી જોઇએ : અરવિંદ કેજરીવાલ

પથ્થરમારામાં મૃત્યુ પામનાર પોલીસ કર્મી પંકજ અમરેલીયાના પરિવારને કેજરીવાલે સાંત્વના પાઠવી ઉનામાદલિતો પર...

DivyaBhaskar News Network | Updated - Jul 23, 2016, 04:40 AM
શહીદ પોલીસ કર્મીના પરિવારને 1 કરોડની સહાય મળવી જોઇએ : અરવિંદ કેજરીવાલ
પથ્થરમારામાં મૃત્યુ પામનાર પોલીસ કર્મી પંકજ અમરેલીયાના પરિવારને કેજરીવાલે સાંત્વના પાઠવી

ઉનામાદલિતો પર થયેલા અત્યાચારના વિરોધમા અમરેલીમા નીકળેલી દલિતોની રેલી દરમિયાન પત્થરમારામા મૃત્યુ પામેલા શહિદ પોલીસ જવાન પંકજ અમરેલીયાના પરિવારને સાંત્વના પાઠવવા આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમરેલી આવી પહોંચ્યા હતા. તેમણે અહી પત્રકારોને જણાવ્યું હતુ કે દિલ્હીની જેમ અહી ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસકર્મીના પરિવારને એક કરોડ સુધીની સહાય અને આશ્રીતને નોકરી મળવી જોઇએ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે અમરેલીમા શહિદ પોલીસકર્મી પંકજ અમરેલીયાના પરિવારને મળી ઘટના અંગે દિલાસો આપ્યો હતો. નિર્ધારીત સમયે અમરેલી આવી પહોંચેલા કેજરીવાલ સીધા પિડીત પરિવારના ઘરે દોડી ગયા હતા. અને સમગ્ર ઘટના કઇ રીતે બની તેની જાણકારી મેળવી હતી. મૃતક અમરેલીયાના પરિવારે કઇ રીતે તેમના માથામા પત્થર વાગવાથી મોત થયુ તે અંગે જાણકારી આપી હતી. તેમણે સરકારી સહાય અંગે પણ પિડીત પરિવારને પુછપરછ કરી હતી.

મૃતક પંકજભાઇના પિતાજી અને ભાઇઓને મળ્યાં બાદ તેમણે પંકજભાઇના પત્ની અને માતાને પણ ઘરમા જઇ મળીને સાંત્વના પાઠવી હતી. પંકજભાઇનો પુત્ર રાજ ધોરણ-8મા અભ્યાસ કરે છે. તેના માથા પર કેજરીવાલે હાથ ફેરવ્યો હતો. અને ત્યારબાદ બહાર નીકળી તેમણે પત્રકારોને જણાવ્યું હતુ કે દિલ્હીમા ફરજ દરમિયાન શહિદ પોલીસકર્મીને એક કરોડ સુધીની સહાય ચુકવાય છે તથા આશ્રીતને નોકરી પણ આપવામા આવે છે. અહી પણ વધુ સહાય મળે અને આશ્રીતને નોકરી મળે તે માટે તેઓ રાજય સરકારને કહેશે.

તકે અરવિંદ કેજરીવાલ સાથે આપના નેતા આશુતોષ વિગેરે સાથે રહ્યાં હતા. જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતીમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો.

આશ્રીતને નોકરી માટે પણ ગુજરાત સરકારને વાત કરવા જણાવ્યું. તસવીર- પ્રકાશ ચંદારાણા

શહીદ પોલીસ કર્મીના પરિવારને 1 કરોડની સહાય મળવી જોઇએ : અરવિંદ કેજરીવાલ
X
શહીદ પોલીસ કર્મીના પરિવારને 1 કરોડની સહાય મળવી જોઇએ : અરવિંદ કેજરીવાલ
શહીદ પોલીસ કર્મીના પરિવારને 1 કરોડની સહાય મળવી જોઇએ : અરવિંદ કેજરીવાલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App