તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Dhari
 • ધારીમાં સ્કીમનાં નામે લાખોની રકમ ઉસેટી પરપ્રાંતિય રફૂચક્કર થઇ ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારીમાં સ્કીમનાં નામે લાખોની રકમ ઉસેટી પરપ્રાંતિય રફૂચક્કર થઇ ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અડધી કિંમતે મોબાઇલ, એસી, ટીવીની લાલચમાં લોકો ફસાયા

ક્રાઇમ રીપોર્ટર | ધારી

લોભીયાહોય ત્યા ધુતારા ભુખ્યે મરે તે કહેવતને સૌરાષ્ટ્રમાં અનેક ધુતારાઓએ અનેક વખત સાચી કરી બતાવી છે. આમ છતાં લાલચમાં લોકો ફસાતા રહે છે. આવુ હવે ધારીમાં બન્યુ છે. અહિં એક પરપ્રાંતિય શખ્સે દુકાન ભાડે રાખી અડધી કિંમતે વસ્તુઓ આપવાની લોભામણી સ્કીમ જાહેર કરી હતી. થોડા લોકોને આવી વસ્તુઓ પણ આવી હતી. જેથી ભણેલા-ગણેલા અને કર્મચારીવર્ગના લોકો પણ લાલચમાં આવી ગયા અને તગડી રકમ પરપ્રાંતિય શખ્સ પાસે જમા કરાવી દીધી. હવે દરેક સ્થળે થાય છે તેવુ અહિં પણ થયુ. શખ્સ દુકાનને તાળા મારી નાસી છુટ્યો છે અને લોકો હાથ ઘસતા રહી ગયા છે.

ધારીમાં એકાદ માસ પહેલા એક હિન્દીભાષી પરપ્રાંતિય પ્રેમપરામાં એક શોપીંગ સેન્ટરમાં દુકાન ભાડે લઇ ગોરખધંધો શરૂ કર્યો હતો. શરૂઆત તેણે નાની નાની વસ્તુઓથી કરી હતી અને આમંત્રણ કાર્ડ છપાવી અધિકારીઓને પણ નિમંત્રણ આપ્યુ હતુ અને ઉદઘાટન પણ કર્યુ હતું. જો કે ઉદઘાટનમાં કોઇ અધિકારી હાજર રહ્યા હતાં. રૂા. 50 હજાર સુધીની વસ્તુ અડધા પૈસા રોકડા આપો એટલે પંદર દિવસમાં આપવાની તેમણે લોભામણી સ્કીમ શરૂ કરી હતી. શખ્સે ચમચીથી માંડી મોબાઇલ, એસી, એલઇડી, સોફા સહિતની ઘર વપરાશની તમામ વસ્તુઓનો વેપલો શરૂ કર્યો હતો.

શરૂઆતમાં તેણે અનેક લોકોને નાની-મોટી વસ્તુઓ પણ આપી હતી. જેથી ભણેલા-ગણેલા અને નોકરીયાતવર્ગના લોકો પણ સ્કીમમાં જોડાવા લાગ્યા હતાં અને પંદર દિવસ પછી કિંમતી વસ્તુ લેવાની લાલચે રૂા. 50 હજારની વસ્તુ માટે અડધી રોકડ પણ જમા કરાવી દીધી હતી. લાલચના કારણે અહિં ગ્રાહકોની લાઇન લાગતી હતી. આજે સવારે અચાનક તેની ભાડાની દુકાનમાં તાળુ જોવા મળ્યુ હતુ અને શખ્સ તમામ રોકડ રકમ લઇ રફુચક્કર થઇ ગયો હતો. તેની દુકાન આસપાસ લોકો ટોળે વળ્યા હતાં. ગામમાં કોના કેટલા ગયા તે અંગે ભારે ચર્ચા ઉઠી હતી. જો કે કોઇ પોલીસ ફરીયાદ ઉઠી નથી.

દુકાનને તાળા લાગ્યા તસ્વીર-અરૂણવેગડા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો