તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં બે દિવસના અજંપા બાદ જનજીવન ફરી ધબકતંુ થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં છેલ્લા બે દિવસથી દલિત સમાજ દ્વારા ઉનામા થયેલા અત્યાચાર સામે આંદોલન ચલાવાઇ રહ્યું હતુ. અને અગાઉ થયેલા પથ્થરમારા, તોડફોડ જેવી ઘટનાને પગલે અજંપાભરી સ્થિતી હતી. પરંતુ આજે ત્રીજા દિવસે ઘણાઅંશે જનજીવન રાબેતા મુજબનુ થઇ ગયુ હતુ. આજે સવારથી અમરેલી શહેરની બજારો રાબેતા મુજબ ખુલી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતીપુર્ણ માહોલ રહ્યો હતો. જિલ્લામા કયાંય હિંસક પ્રદર્શનની ઘટના પણ બની હતી.

અમરેલી શહેરની બજારો આખરે ધમધમવા લાગી છે. છેલ્લા બે દિવસથી અમરેલી શહેરમાં તંગ વાતાવરણ વચ્ચે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાળવામા આવ્યો હતો. મંગળવારે દલિત સમાજની રેલી દરમિયાન કેટલાક ટીખળી તત્વોએ વેપારીઓની દુકાન પર પથ્થરોના ઘા માર્યા હતા, કયાંક કાચ ફોડી નાખવાની ઘટના બની હતી જેને પગલે બજારો ટપોટપ બંધ થઇ ગઇ હતી. દરમીયાન ગઇકાલે પણ ગુજરાત બંધનુ એલાન અપાયુ હોય અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લાના તાલુકા મથકો પર સજ્જડ બંધ પાળવામા આવ્યો હતો.

અમરેલી શહેરમાં હજુ પણ વધારાના પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામા આવ્યો છે. એસઆરપીની એક પ્લાટુનનને અહી બંદોબસ્તમા ગોઠવી રખાઇ છે. સઘન બંદોબસ્ત વચ્ચે શહેરનુ જનજીવન ધબકવા લાગ્યુ હતુ. ધારીમાં આજે બંધ પાળવામા આવ્યો હતો. તે સિવાયના અન્ય તાલુકા મથકો પર પણ બજારો ધમધમવા લાગી હતી. જો કે એસટી વ્યવહાર ખોરવાયેલો હોય મુસાફરો હેરાન થયા હતા. અમરેલી શહેરમા આજથી શાળા કોલેજોમા પણ રાબેતા મુજબનુ શિક્ષણ કાર્ય શરૂ થઇ ગયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો