તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોકીમાં ચક્કાજામ : ધારી સજ્જડ બંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનામાદલિતો પર અત્યાચારના વિરોધમાં ન્યાયની માંગ સાથે આજે સતત ત્રીજા દિવસે જિલ્લામા વિરોધ પ્રદર્શન શરૂ રહ્યું હતુ. વડીયાના ચોકી ચાર રસ્તા ખાતે દલિતો દ્વારા ચક્કાજામ આંદોલન કરાયુ હતુ. તો બીજી તરફ ધારી શહેરમા આજે દલિતોના સમર્થનમા વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. ઉપરાંત શહેરના માર્ગો પર રેલી કાઢી દલિત સમાજે આવેદનપત્ર પણ પાઠવ્યું હતુ.

વડીયામા ચોકી ચાર રસ્તા પાસે આજે ઉજળા તેમજ આસપાસના ગામ લોકોના દલિત મહિલાઓ અને ભાઇઓ એકઠા થયા હતા અને અહી થોડીવાર માટે રસ્તારોકો આંદોલન ચલાવ્યું હતુ. અહી મહિલાઓ તેમજ આગેવાનોએ સુત્રોચ્ચાર પણ કર્યા હતા અને સમઢીયાળાના બનાવને સખત શબ્દોમા વખોડી આરોપીઓને કડક સજા ફટકારવાની માંગ કરવામા આવી હતી. અહી મહિલાઓ અને આગેવાનોએ થોડીવાર માટે વાહનો થંભાવી દેતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. જો કે બાદમાં પોલીસે મામલો સંભાળ્યો હતો. બીજી તરફ આજે ધારીમાં પણ વેપારીઓએ દલિત સમાજના સમર્થનમા સજ્જડ બંધ પાળ્યો હતો. વેપારીઓએ અગાઉથી ગુરૂવારે બંધ પાળવાની જાહેરાત કરી હતી. પીએસઆઇ એ.પી.પટેલ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જાળવી રખાયો હતો જેને પગલે આખો દિવસ શાંતી જળવાઇ રહી હતી. જિલ્લા રાષ્ટ્રીય દલિત મહાસંઘ અમરેલીના મહામંત્રી શાંતીલાલ પરમાર, ઉપપ્રમુખ જે.ડી.રાઠોડ, યુવા સંગઠનના મહામંત્રી જીતુભાઇ વાણીયા, લાલજીભાઇ દાફડા, રમેશભાઇ ચૌહાણ, સંજયભાઇ માધડ, મનુભાઇ બોરીચા વિગેરે હાજર રહ્યા હતા.

વિઠ્ઠલ રાદડીયા હાય હાયના નારા લાગ્યા

ધારીમાંમોટી સંખ્યામા દલિત સમાજના લોકોએ લાયબ્રેરી ચોકથી તાલુકા પંચાયત સુધી રેલી કાઢી હતી દરમિયાન વિઠ્ઠલ રાદડીયા હાય હાયના નારા લગાવવામા આવ્યા હતા.

ધારીમાં દલિત સમાજનું આવેદન

ધારીમાઆજે સવારે નવેક વાગ્યે લાયબ્રેરી ચોક ખાતે મોટી સંખ્યામા દલિત સમાજના લોકો એકઠા થયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જય ભીમના નારા સાથે રેલી નીકળી હતી. ઉનાની ઘટના અંગે રોષ વ્યકત કરી મામલતદાર ગરાસીયાને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતુ. ગુનેગારોને કડકમા કડક સજા કરી સામાજીક વિષમતાનુ વાતાવરણ ઉભુ કરનારાને દેશદ્રોહી ગણવા માંગ કરાઇ હતી.

ધારીમાં એકંદરે દલિત સમાજની રેલી શાંતીપુર્ણ રહી હતી. જો કે ઉનાની ઘટનાને લઇને દલિત યુવાનોમા રોષ જોવા મળ્યો હતો. અહી યોગી ચોકમા યુવાનો દ્વારા બે પુતળાઓ બાળવામા આવ્યા હતા.

ધારીમાં પુતળા દહન કરાયું : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિતોએ શાંતિપૂર્ણ રેલી કાઢી : વેપારીઓએ પણ સમર્થન આપ્યું

ચોકીમાં પોલીસે સમજાવટથી મામલો થાળે પાડયો |ઘટનાને પગલેવડીયા પીએસઆઇ એન.જી.ગોસાઇ સ્ટાફ સાથે અહી તાબડતોબ દોડી આવ્યા હતા અને ટોળાને સમજાવટ કરી વિખેરી નાખ્યા હતા અને મામલો થાળે પાડયો હતો. અહી દલિત સમાજના આગેવાનોએ સમઢીયાળામા દલિત યુવકો પર થયેલા અત્યાચારના આરોપીઓને કડક સજા ફટકારવાની માંગણી કરી હતી. તસ્વીર- અરૂણ વેગડા, જીતેશગીરી ગોસાઇ

ઊનામાં દલિતો પર થયેલા અત્યાચારનાં વિરોધમાં ન્યાયની માંગ સાથે મહિલાઓ, યુવતિઓ પણ રસ્તા પર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો