તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રને બચાવવા ગયેલી માતાને મહિલાઓએ લમધારી નાખી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાખામધ્રોળ રોડ પર આવેલી રઘુવીર સોસાયટીમાં રહેતી મહિલાના દિકરાને તે વિસ્તારની બે મહિલા કારણ વિના માર મારતી હતી. જેથી પુત્રને બચાવવા મા આડે પડતા તેને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનામાં મહિલાનો ચેન અને નાકનો દાણો ગાયબ થઇ ગયો હતો

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના ખામધ્રોળ રોડ પરની રઘુવીર સોસાયટીમાં રહેતા રૂબીનાબેન અસ્લમભાઇ સુમરાના દિકરાને બે સલમાબેન મુસાભાઇ તથા અન્ય એક મહિલા માર મારતી હતી. અંગે મહિલાને જાણ થતા તેઓ દિકરાને બચાવવા વચ્ચે પડતા બન્ને મહિલાઓે મહિલા ને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીહતી.

ઘટનામાં રૂબીનાબેનનો નાકનો દાણો અને સોનાનો ચેન ગાયબ થઇ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી અને કસુરવારોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છેે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો