તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dhari
  • યુવકને ખરેખર વન્ય પ્રાણીએ ફાડી ખાધો કે સહાય મેળવવાનો કારસો ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવકને ખરેખર વન્ય પ્રાણીએ ફાડી ખાધો કે સહાય મેળવવાનો કારસો ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગાવદરનાં યુવાનને શોધવા કોમ્બીંગ

પોલીસ અને વનવિભાગની ટુકડીઓ ગીર વિસ્તારમાં ફરી વળી : રહસ્ય અકબંધ

ધારીનાડાંગાવદર ગામના બેચરભાઇ બચુભાઇ બલદાણીયાની વાડીમાં ભાગીયુ રાખી ખેતીકામ કરતો મહેશ બાબુભાઇ ડામોર નામનો યુવાન બે દિવસથી ગુમ થઇ ગયો છે. દરમીયાન ગઇકાલે બાજુની વાડીમાંથી મહેશના ટુટેલા-ફુટેલા કપડા અને ઘડીયાળ મળી આવતા અને ત્યાં માંસના ટુકડા પણ પડયા હોય વનતંત્રને જાણ કરાઇ હતી. બાદમાં ધારી પોલીસ પણ અહિં દોડી ગઇ હતી. યુવકના પરિજનો દ્વારા તેને વન્ય પ્રાણીએ ફાડી ખાધાની આશંકા વ્યક્ત કરાઇ હતી. પરંતુ ઘટના સ્થળેથી મળેલા માંસના ટુકડા તો કોઇ જંગલી પશુના હતાં. વળી યુવકના મળેલા ફાટેલા કપડા પર કોઇ લોહીના ડાઘ પણ હતાં. આસપાસમાંથી પણ યુવકના કોઇ અવશેષ મળ્યા હતાં. રહસ્યમય ઘટનાએ અનેક સવાલો ઉઠાવ્યા છે. શું ખરેખર યુવકને જંગલી પ્રાણીએ ફાડી ખાધો છે કે પછી આવા કિસ્સામાં વનતંત્ર દ્વારા મળતી તગડી સહાય મેળવવા કારસો કરાયો છે કે પછી યુવક ક્યાક ભાગી ગયો છે વિગેરે દિશામાં તપાસ ચાલી રહી છે. ધારી પોલીસ દ્વારા આજે આસપાસની પડતર જમીન, કુવાઓ અને અવાવરૂ સ્થળોની તપાસ કરાઇ હતી. ફોરેસ્ટ વિભાગની ટુકડીઓ પણ સાથે રહી હતી અને આસપાસના દંગાઓમાં પણ શંકાસ્પદ શખ્સોની ગુપ્ત તપાસ કરાઇ હતી. ફોરેસ્ટની રેસ્ક્યુ ટીમ સાથે ડીએફઓએ પણ સ્થળની વીઝીટ કરી હતી. પોલીસે બનાવનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. જો કે હજુ રહસ્ય અકબંધ છે.

કુંવા અને અવાવરૂ જગ્યાઓએ તપાસ કરવામાં આવી તસ્વીર- અરૂણ વેગડા

ભેદ ઉકેલવા ડોગ સ્કવોડની મદદ લેવાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો