તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Dhari
 • રાજુલા જાફરાબાદ પંથકનાં તળાવો તુટેલી હાલતમાં : મરામતની માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા જાફરાબાદ પંથકનાં તળાવો તુટેલી હાલતમાં : મરામતની માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાણીનો સંગ્રહ થતા જળાશયો ખાલીખમ : સિંચાઇ મંત્રીને રજુઆત

રાજુલાજાફરાબાદ પંથકમાં ઓણસાલ ચોમાસા દરમિયાન સારો વરસાદ થવા છતા અહીના તળાવો તુટેલી હાલતમા હોવાથી પાણીનો સંગ્રહ થતા તળાવો ખાલીખમ છે. જેના કારણે ખેડૂતો અને માલધારીઓને મુશ્કેલી પડી રહી છે. પ્રશ્ને જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સિંચાઇ મંત્રીને રજુઆત કરવામા આવી છે.જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ કરણભાઇ પટેલ દ્વારા સિંચાઇ મંત્રીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું છે કે રાજુલા જાફરાબાદ પંથકમા ઓણસાલ સારો વરસાદ થવા છતા અહીના અનેક તળાવો તુટેલી હાલતમા હોય પાણીનો સંગ્રહ થયો નથી અને હાલ તળાવો ખાલીખમ ભાસી રહ્યાં છે. રાજુલા તાબાના બારપટોળી, કોટડી, આગરીયા, ખાખબાઇ, ભાક્ષી, મોરંગી, જાપોદર, બાબરીયાધાર અને વડલી ગામે આવેલ તળાવો ખાલીખમ છે. રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે જાફરાબાદ તાબાના સરોવડા, કંથારીયા, ભટ્ટવદર, બાલાની વાવ, મિતીયાળા, વડેરા, ચિત્રાસર, હેમાળ, લોર સહિતના ગામોમા આવેલા તળાવો પણ તુટેલી હાલતમા હોય હાલ ખાલીખમ જોવા મળી રહ્યાં છે. ત્યારે વિસ્તારના માલધારીઓ અને ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.

રાજુલા તાબાના બારપટોળી, કોટડી, આગરીયા, ખાખબાઇ, ભાક્ષી, મોરંગી, જાપોદર, બાબરીયાધાર અને વડલી જયારે જાફરાબાદ તાબાના સરોવડા, કંથારીયા, ભટ્ટવદર, બાલાની વાવ, મિતીયાળા, વડેરા, ચિત્રાસર, હેમાળ, લોર સહિતના ગામોમા આવેલા તળાવો પણ તુટેલી હાલતમા હોય હાલ ખાલીખમ જોવા મળી રહ્યાં છે.

બંને તાલુકામાં કયાં તળાવો ખાલીખમ છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો